GUJARAT

યુકેની બ્યુટિશિયનને સ્કીન ટોન કરવા માટે સનબાથ લેવાનો નિર્ણય ભારે પડ્યો

લંડન : મહિલા સનબાથ લેવા ગઈ ત્યારે તેને કલ્પના પણ ન હતી કે તેની સાથે શું થઈ શકે છે. આ મહિલા બીચ પર સૂઈ ગઈ, તેને સૂર્યકિરણોનો લાભ લેવા સનસ્ક્રીન લગાવ્યું ન હતુ. પણ આ વસ્તુ તેને ભારે પડી ગઈ હતી.

આ સમગ્ર ઘટના બલ્ગેરિયાના બીચની છે. બ્રિટનની બ્યુટિશિયન સિરિન મુરાદ રજાઓ ગાળવા બલ્ગેરિયાના બીચ પર ગઈ હતી. સિરિને સૂરજના ચમકદાર કિરણોના વચ્ચે સ્કીનને ટોન કરવા વિચાર્યુ. તેથી તે કોઈપણ પ્રકારનું સનસ્ક્રીમ લગાવ્યા વગર સૂઈ ગઈ.

અડધા કલાક પછી તે ઉઠી ત્યારે તેને માથા પર ઠંડુ લાહ્ય બળતી લાગી. તેણે જોયું તો તેનું માથુ લાલ થઈ ગયુ હતુ. આમ ૨૧ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાનમાં સનક્રીમ લગાવ્યા વગર સૂરજના તડકામાં સ્નાન કરવું મોંઘુ પડી ગયુ. થોડો સમય વીતતા તેને દર્દ થવા લાગ્યું.

અહેવાલ મુજબ બીજા દિવસે સવારે તેણે જોયું તે તે ચોંકી ગઈ. સવાર સુધીમાં તેનું માથુ સંકોચાઈ ગયું હતું. તેનો ચહેરો ફક્ત બળેલો લાગતો હતો એટલું જ નહી પણ તેને વધારે દર્દ પણ થઈ રહ્યું હતું. બ્યુટિશિયન હોવા છતાં તેને સમજમાં ન આવ્યું કે આ શું થયું. તેણે તરત જ ડોક્ટરોનો સંપર્ક કરીને દવા લેવાનું શરુ કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *