અમદાવાદમાં પડોશી યુવકે ઘરમાં ઘૂસી મહિલા સાથે બાથ ભીડી લીધી પછી……………….
પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા દિવસ ને દિવસને જોખમાઇ રહી છે, ગોમતીપુરમાં રહેતી મહિલા કપડાં સૂકવતી હતી ત્યારે પડોશી યુવકે શારિરીક છેડછોડ કરી હતી એટલું જ નહી ઘરમાં ઘૂસીને મહિલાને બાથ ભીડીને છેડતી કર્યા બાદ દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ બુમાબુમ કરતાં સ્થાનિક મહિલાઓએ આવીને યુવકને માર મારતા ભાગીને નાસી ગયો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલાએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છેકે ગઇકાલે પરિવારના સભ્યો કામ અર્થે ગયા હતા.
દરમિયાન બપોરે મહિલા ઘર પાસે કપડાં સૂકવતી હતી.આ સમયે પડોશમાં રહેતા યુવકે આવીને મહિલાની શારિરિક છેડછાડ કરી હતી. મહિલા ધક્કો મારીને ઘરમાં જતી રહી તો યુવક પાછળ પાછળ તેના ઘરમાં ઘૂસી ગયો અને હાથ પકડી તથા મોંઢુ દબાવીને મહિલાની હાથ ભીડી હતી.
ત્યારબાદ મહિલાને ધક્કો મારીને નીચે પાડી દીધી અને તેણીની સાથે દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે મહિલાએ પ્રતિકાર ફેંકીને બુમાબુમ કરતા આસપાસની મહિલાઓ દોડી આવી હતી અને યુવકને પકડીને મેથીપાક ચખાડયો હતો યુવક નાસી ગયો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પડોશી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.