GUJARAT

ગુજરાતની દીકરીએ 25 કિલો વજન ઉતાર્યું, એક જ વર્ષમાં પહેલી જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરત હવે માત્ર વ્યવસાયમા જ નહીં સ્પોર્ટ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. સુરતની એક દીકરીએ પાવર લીફ્ટિંગ માટે 25 કિલો વજન ઉતારી માત્ર એક જ વર્ષમાં 45 કિલો પાવર લીફ્ટિંગની પહેલી જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું જ નહીં પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આઇશા કાપડિયાએ જણાવ્યું હતું કે, ઓછા સમયમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી એ ખૂબ જ અઘરી છે .મનોમંથન અને ઉત્સાહ સાથે આગળ વધવાથી સફળતા ચોક્કસ દેખાય છે. હું પણ રોજના 3-4 કલાકની પ્રેક્ટિસ કરી સાઉથ ગુજરાત પાવર લીફ્ટિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી સુરતની 25 દીકરીઓ માં નામ નોંધાવવામાં સફળ રહી છું.

આઇશા મોહમ્મદ ઇકબાલ કાપડિયા ઉ.વ. 30 (રહે ગ્રીન પાર્ક સોસાયટી મોરાભાગળ રાંદેર) એ જણાવ્યું હતું કે હું માત્ર ધોરણ-12 સુધી જ અભ્યાસ કર્યો છે. છેલ્લા ચાર વર્ષથી જિમ ટ્રેનર તરીકે કામ કરુ છું. ઘરમાં જ રોજ પ્રેક્ટિસ કરતી હતી. એટલું જ નહીં પણ કોમ્પિટિશનમાં મેડલ હાંસલ કરવા મેં એક જ વર્ષમાં 25 કિલો વજન ઉતારી દીધું હતું. જોકે પરિવાર ના સહયોગ વગર સફળ થયું એ અશક્ય કહી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં હજીરા ની કોરો યુનિવર્સીટીમાં 28 ફેબ 2021માં આયોજિત ગુજરાત પાવર લીફ્ટિંગ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો. 45 કિલો પાવર લીફ્ટિંગ માટે અનેક યુવતીઓ આવી હતી. સ્પર્ધા ભારે રસાકસી ભરી હતી. પણ હું મક્કમ હતી કે આજે તો ગોલ્ડ મેડલ લઈ ને જ ઘરે જવું છે. બસ પછી મારો આખો ફોકસ સ્પર્ધા પર હતો. બીજા ખેલાડીઓની ભૂલ ને હું ખૂબ જ ધ્યાનથી જોતી હતી અને મક્કમ થતી કે હું આવી ભૂલ નહિ કરીશ. બસ મારો નંબર આવતા જ મેં સ્ટેજ પર મારું પર્ફોમન્સ બતાવ્યું ને જજએ મને ખુબ જ સુંદર સ્માઈલથી વિજય બનાવી દીધી એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું.

વધુમાં જણાવ્યું હતું કે આપણું વજન હોય એના કરતાં ડબલ વજન ઉપાડી શકાય એ જ સ્પર્ધાનો વિજય બને છે. મારા પિતા નથી પણ માતા અને ભાઈ-ભાભી મને હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા અને હું આ મુકામ સુધી પહોંચીને મારી ઓળખ બનાવવામાં સફળ થઈ, બસ હું એક જ સંદેશો આપીશ આત્મનિર્ભય બનવા માટે હંમેશા એકલા છો એવું વિચારવાનું બંધ કરો અને ગોલ્ડ બનાવવો, સ્વપ્ન જોશો તો જ પુરા કરવાની ઈચ્છા થશે મેં જોયું અને પૂરું કર્યું એ પણ એક ઉદાહરણ સમજી શકાય છે.

વધુમાં ઉમેર્યું હતું કે, કોચ વગર આ સિદ્ધિ હાંસલ કરવી એ અશક્ય હતું. જોકે આ સફળતા પાછળ મારા જિમ મિત્રોનો પણ હાથ છે. સમય સર મને ગાઈડ લાઈન આપી મને શું કરવાનું અને કેટલું જમવું, ક્યારે જમવું, કેટલા ગ્રામ જમવું એ માટે માર્ગ દર્શન આપતા રહ્યા હતા. મારા ડાયટ ની જો વાત કરું તો મેં એક વર્ષ સુધી કિટો ડાયટ લઈ આ સ્પર્ધાની તૈયારી કરતી હતી. કિટો ડાયટ એટલે કાર્બોહાઇડ્રેટ વગર નું ભોજન જેમાં મટન ચિકન, ફિશ, પનીર, ઈંડા, વગેરે ખોરાક એ પણ માત્ર 125 ગ્રામ જ લેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *