GUJARAT

અનિલ અંબાણીના દીકરાના લગ્નમાં આવો હતો રજવાડી ઠાઠમાઠ, જુઓ મહેંદીથી લઈને લગ્નવિધિ સુધીની તસવીરો

મોટાભાઈ મુકેશ અંબાણી બાદ હવે નાનાભાઈ અનિલ અંબાણીના ઘરે ઢોલ ઢબૂક્યા હતા. ટીના અને અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલના મુંબઈ સ્થિત ઘરે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. જય અનમોલે ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ઘરને ફુલોથી શાનદાર રીતે સજાવવામાં આવ્યું હતું. આ લેવિસ વેડિંગમાં દેશની અનેક નામાંકિત સેલિબ્રિટી ઉપસ્થિત રહી હતી. મહેંદીથી લઈને લગ્ન સુધી ત્રણ દિવસ ચાલેલા જાજરમાન લગ્નમાં અંબાણી પરિવારે ખૂબ જલ્સો કર્યો હતો.

અનિલ અંબાણીના મુંબઈના પાલી હીલ ખાતે આવેલા 17 માળના સી-વાઈન્ડ ઘરમાં આ ભભકાદાર લગ્ન રાખવામાં આવ્યા હતા. આખા ઘરમાં ફુલોથી સજાવટ કરવામાં આવી હતી. તેમજ રંગબેરંગી મંડપથી લગ્નનો રંગ જ અલગ ઉપસી આવતો હતો.

લાલ રંગના પાનેતરમાં દુલ્હન ખૂબ સુંદર લાગતી હતી. જ્યારે વરરાજા અનમોલે ક્રીમ કલરની શેરવાની અને માથે સાફો પહેર્યો હતો. બંનેની ડ્ર્રેસિંગ સ્ટાઈલ ખૂબ જ સુંદર હતી.

અનેક સેલેબે લગ્નમાં હાજરી આપી: આ લગ્નમાં અનેક સેલેબ ઉપસ્થિત રહ્યા હતા. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, એનસીપીની નેતા સુપ્રિયા સુલે અને રીમા કપૂર સહિતના સેલેબ હાજર રહ્યા હતા.

લગ્નના મેનૂમાં એકથી એક ચડિયાતી આઈટમ રાખવામાં આવી હતી. ગુજરાતી વ્યંજનની સાથે સાઉથ, ચાઈનિઝ, ઈટાલિયન વગેરે ફૂડ મહેમાનો પીરસવામાં આવ્યું હતું.

ભત્રીજા જય અનમોલના લગ્નમાં નીતા અંબાણીનો આગવો ઠસ્સો જોવા મળ્યો હતો. તેમણે પિંક કલરની ગોલ્ડર બોર્ડરવાળી સાડી પહેરી હતી. માથે ફુલોની વેણી નાખી હતી. અને ગળામાં હીરાનો ખૂબ જ કિંમતી નેકલેસ પહેર્યો હતો.

દેરાણી-જેઠાણી વચ્ચે ટ્યુનિંગ: લગ્ન મંડપમાં દેરાણી ટીના અંબાણીની બાજુમાં બેઠા હતા. આ તકે દેરાણી ટીના અને જેઠાણી નીતા અંબાણી વચ્ચે સારું એવું ટ્યુનિંગ જોવા મળ્યું હતું. લગ્નમાં છેક સુધી હાજર રહીને નીતા અંબાણી વડીલની ભૂમિકા નિભાવી હતી. લગ્ન વખતે તેમણે સતત માસ્ક પહેરી રાખ્યો હતો. લગ્ન બાદ તેમણે નવી દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ગેટને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો:  ઘરના એન્ટ્રી ગેટ પર લાલટેન અને ફુલોથી ખૂબસુરત શણગાર કરવામાં આવ્યો હતો. ઘરમાં જતી વખતે રસ્તામાં ઝાડની ડાળીઓ પરથી દિવડાઓ લટકાવવામાં આવ્યા હતા. અંદર દાખલ થતાં જ કોઈ પણ અભિભૂત થઈ જાય એવો એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો હતો.

ગણેશની વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની: એન્ટ્રી ગેટમાંથી દાખલ થયા બાદ થોડેક આગળ જતાં વિશાળ ગણેશ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પ્રસંગને અનુરૂપ ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિથી વાતવરણમાં દિવ્યતાનો અનુભવ થતો હતો.

અઢી મહિના પહેલા કરી હતી સગાઈ: અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલે પોતાના 30મા બર્થડે પર 12 ડિસેમ્બરના રોજ ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈના અંદાજે અઢી મહિના પછી આ લગ્ન યોજાયા હતા.

સગાઈ વખતે ઝૂલા પર બેસી પોઝ આપ્યો હતો: ગત્ 12મી ડિસેમ્બરે જય અનમોલે કૃષા સાથે સગાઈ કરી હતી. આ વખતે બંનેએ એક ઝૂલા પર બેસી હસીને પોઝ આપ્યા હતા. આ ઉપરાંત બંનેએ પોતાની એંગજમેન્ટ રિંગ દેખાડતા પોઝ આપ્યા હતા.

ટીના અંબાણીએ ભાવુક પોસ્ટ શેર કરી હતી: જય અનમોલના બર્થડે પર મમ્મી ટીના અંબાણીએ પણ દીકરાને સમર્પિત કરતી પોસ્ટ શેર કરી હતી. જય અનમોલની તસવીર શેર કરતાં લખ્યું- “તું અમારા જીવનમાં નવો ઉદ્દેશ લાવ્યો અને અમને શરત વગરનો પ્રેમનો અર્થ સમજાવ્યો. તુ રોજ અમારા જીવનને રોશન કરે છે, અમે તને અમાપ પ્રેમ કરીએ છીએ. આવનાર વર્ષ વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને રીતે ખુશીઓ સાથે સૌથી સારું નિવડે. હેપ્પી માઈલસ્ટોન બર્થડે દીકરા. તારા પર મને ખૂબ ગર્વ છે. ”

લાઈમલાઈટથી દૂર રહે છે જય અનમોલ: અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલ ખૂબ શરમાળ સ્વભાવનો છે. એટલા માટે તેને મીડિયા સામે આવવું પસંદ નથી. એટલું જ નહીં તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટને પણ પ્રાઈવેટ રાખ્યું છે.

પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે: જય અનમોલ અંબાણી સામાન્ય લાઈફ જીવવાનું પસંદ કરે છે અને તે વધારે સમય પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. હવે આશા રાખીએ અનિલ અંબાણીના ટૂંક સમયમાં ફેન્સને આ ખુશીના સમાચાર શેર કરશે.

વર્કોહોલિક છે જય અનમોલ: જય અનમોલની સ્કૂલિંગની શરૂઆત જૉન કૉનન સ્કૂલથી કર્યું છે અને ત્યાર બાદ આગળના સ્ટડીઝ માટે યૂકે જતા રહ્યા હતા. 18 વર્ષની ઉમરે અનમોલે સ્ટૉક માર્કેટમાં ઈનવેસ્ટ કરવાનું શરુ કર્યું હતું.

પિતા પાસેથી બિઝનેસની ટ્રેનિંગ લીધી: સ્ટડીઝ પૂરૂ કર્યા પછી અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં 2 મહિના માટે ઈન્ટર્નશિપ કરી હતી. જય અનમોલ અંબાણીએ પિતા અનિલ અંબાણી પાસેથી બિઝનેસની ટ્રેનિંગ લીધી છે. અનમોલ વર્કોહોલિક છે અને તેમનુ કામ પૂરી રીતે કરવામાં માને છે.

દુલ્હન કૃષા શાહ કોણ છે: મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી કૃષા શાહ એક બિઝનેસ વુમન અને સોશ્યલ વર્કર છે. જે તેના ભાઈ મિશાલ શાહ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. કૃષા આ કંપનીની કો-ફાઉન્ડર પણ છે.

સોશ્યલ વર્કર કૃષા શાહે ફોરેનમાં સ્ટડી કર્યું છે: કૃષાએ પોતાની શરૂઆતની સ્ટડી મુંબઈમાં કરી હતી, પછી વધુ અભ્યાસ માટે અમેરિકા અને યુકે ગઈ હતી. તેણે પ્રખ્યાત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સામાજિક નીત અને વિકાસમાં ડિગ્રી મેળવી છે. તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે.

છ મહિના પહેલા પિતા ગુમાવ્યા: છ મહિના પહેલાં કૃષાના પિતા નિકુંજ શાહનું નિધન થયું હતું. નિકુંજ શાહ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર છે, જ્યારે કૃષાની મમ્મી નીલશ શાહ એક ફેશન ડિઝાઈનર છે.

મોટી બહેન જાણીતી ફેશન બ્લોગર છે: કૃષાની મોટી બહેન નૃતિ એક ફેશન બ્લોગર છે અને તે એક દીકરીની માતા છે. નૃતિએ અમેરિકાના લોસ એન્જલસમાંથી મીડિયા અને જર્નાલિઝ્મની ડિગ્રી લીધી છે. સ્ટડી પછી તે પોતાના પિતા સાથે બિઝનેસ સંભાળતી હતી. જોકે થોડો સમય બાદ તેણે તેની માતા સાથે ફેશન ઈન્ડસ્ટ્રિઝમાં ઝંપલાવ્યું હતું. ત્યાર પછી નૃતિના લગ્ન થઈ ગયા અને હવે તે એક ફેશન બ્લોગર તરીકે ઓળખાય છે .

દીકરી માટે માતા ફેશન ઈન્ડિસ્ટ્રીઝમાં આવ્યા: કૃષાની માતા નિલમ શાહે મુંબઈની સોફિયા કોલેજમાંથી ફેશનમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. લગ્ન પહેલાં તે એક એક્સપોર્ટ કંપની માટે ડિઝાઈનર તરીકે કામ કરતી હતી. લગ્ન બાદ તે ત્રણ સંતાન નૃતિ, કૃષા અને મિશાલની માતા બની હતી. બાળકોની લાઈફને ચમકાવવા માટે તેણે 25 વર્ષ પછી વર્ષ 2010માં મોટી દીકરી નૃતિ સાથે પાર્ટનર બની કામ શરૂ કર્યું હતું.

પિતાના અવસાન બાદ ભાઈએ જવાબદારી ઉપાડી: પિતા નિકુંજ શાહના નિધન બાદ કૃષાના ભાઈ મિશાલે જવાબદારી ઉપાડી પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. હવે તે નિકુંજ ગ્રુપનો ડિરેક્ટર હોવાની સાથે સાથે સ્ટાર્ટઅપ કંપની DYSCOનો COO પણ છે. જ્યા કૃષા આ કંપનીની કો-ફાઉન્ડર અને CEO છે.

ભાઈ-બહેન સાથે મળીને કરે છે કામ: બંને ભાઈ-બહેન વર્ષ 2016થી આ કંપનીને ચલાવી રહ્યા છે. આ કંપની બિઝનેસ નેટવર્કિંગનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જેમાં મિશાલ સિસ્ટમેટિક અને ટેક્નિકલ બાબતો જુવે છે, જ્યારે કૃષા ક્રિએટિવ અને માર્કેટિંગ જુવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *