રાજપૂત સમાજની દીકરીને લેવા દુલ્હો હેલિકોપ્ટર લઈને આવ્યો
લગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિંટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે ત્યારે રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે દરબાર જ્ઞાતિના રિતી રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે દીકરીના સસુરાલ ખાતે કરવામાં આવે છે. અને જેના લગ્ન થતાં હોય તે દીકરીને સસરા પક્ષ તરફથી ચાર થી પાંચ લોકો તેડવા મટે આવે છે તેને તેના રીતિ રિવાજ મુજબ “વેલ વિદાય” કહેવામાં આવે છે.
ખંભાત પાસે આવેલ મિતલી સ્ટેટના બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહજીના લગ્ન રાજકોટના શીતલ પાર્ક પાસે રહેતા વીરેન્દ્રસિંહ વાઢેરના પુત્રી હેમાંગીબા સાથે થવાના છે. દરબાર જ્ઞાતિના રીતી રિવાજ મુજબ જે દીકરીના લગ્ન થતા હોય તેને તેડવા માટે સસરા પક્ષમાંથી ચાર થી પાંચ લોકો આવે છે. તેને “વેલ” કહેવાય છે. જેથી રાજકોટના હેમાંગિબાને તેડવા માટે હેલિકોપ્ટર આવ્યું હતું.
હેલિકોપ્ટર તેડવા આવતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કદાચ પ્રથમ એવો કિસ્સો હશે કે જે દીકરીના લગ્ન થવાના હોય તેને તેડવા માટે “વેલમાં” હેલિકોપ્ટર આવ્યું હોય જેથી આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.
હેમાંગીબાના પિતા વિરેન્દ્રસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, મારી દીકરીબા હેમાંગીબેનના લગ્ન આજે ખંભાત પાસે બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહ નિધાર્યા છે. આજે અમારા રાજપૂત સમાજના રીતિ રિવાજ મુજબ મારી દીકરીની વેલ વિદાય માટે હેલિકોપ્ટર આવ્યું હતું અને હેલિકોપ્ટરમાં તેમની વેલ વિદાય કરી હતી. આથી અમારો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છે.
વિરેન્દ્રસિંહ વાઢેરે વધુમાં જણાવ્યું હતું કે,વેલ વિદાય એટલે બીજા સમાજની દીકરીના લગ્ન હોય તો તેના પિતાના ઘરે થાય છે. જ્યારે અમારી રાપૂત સમાજની એક પરંપરા છે કે, દીકરીબાના લગ્ન દીકરાના પિતાના ઘરે થાય છે. જેમાં વરપક્ષ તરફથી વેલ આવે અને વેલ દ્વારા અમે અહીંથી દીકરીબાની વિદાય આપીએ છીએ. બાદમાં લગ્નની વિધિ વરરાજાના ઘરે થાય છે.
વિરેન્દ્રસિંહ વાઢેરે વધુમાં જણાવ્યું હતું કે,અમારા પરિવારમાં દીકરીબાની વેલ વિદાય હેલિકોપ્ટરમાં આપી હોય તે પહેલો પ્રસંગ છે. દીકરીની વિદાય એ દુખદ પ્રસંગ છે પણ આજે અમે દીકરીની વિદાય હેલિકોપ્ટરમાં આપી તો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.
લગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિન્ટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે. ત્યારે રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે રાજપૂત સમાજના રીતી-રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે સસરાના આંગણે કરવામાં આવી રહ્યા છે.