વડોદરામાં યુવતી સાથે ફ્રેન્ડશીપના નામે બ્લેકમેલિંગ કરવું યુવકને ભારે પડ્યું

ફ્રેન્ડશીપના નામે બ્લેકમેલિંગ કરનાર યુવક સામે આખરે યુવતીએ ત્રીજું નેત્ર ખોલતા યુવક ઘુંટણીએ પડી ગયો હતો અને વાયરલ કરવાની ચીજો ડીલીટ કરી હતી. ફ્રેન્ડશીપના નામે યુવક કાંઈ જુદી જ હરકતો કરી રહ્યો હોવાથી યુવતી ચોકી હતી. આ યુવકની દાનત ખોરી જણાતા યુવતીએ તેની સાથે અંતર જાળવવા માંડ્યું હતું. પરંતુ યુવતીની ના પસંદગી યુવક સમજી શક્યો ન હતો અને તેણે ફ્રેન્ડશીપના નામે પર આધીપત્ય જમાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. જેથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

મિત્રતા ગાઢ બની, અંગત પળોના ફોટા વિડિયો બનાવ્યા

વડોદરા મકરપુરા વિસ્તારમાં એક ઓફિસમાં કામ કરતી યુવતીને તેને ત્યાં કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. દિવસો જ હતા મિત્રતા વધુ ગાઢ બની હતી અને બંને જણા સાથે હરવા ફરવા માંડ્યા હતા.બંને યુવક યુવતી વચ્ચે મેસેજ ની પણ આપને થતી હતી તેમ જ અંગત પળોના ફોટા વિડિયો પણ બનાવ્યા હતા.

ફ્રેન્ડશીપની આડમાં યુવકની દાનત બગડતા યુવતી એલર્ટ થઈ

ફ્રેન્ડશીપના નામે યુવક કાંઈ જુદી જ હરકતો કરી રહ્યો હોવાથી યુવતી ચોકી હતી. આ યુવકની દાનત ખોરી જણાતા યુવતીએ તેની સાથે અંતર જાળવવા માંડ્યું હતું. પરંતુ યુવતીની ના પસંદગી યુવક સમજી શક્યો ન હતો અને તેણે ફ્રેન્ડશીપના નામે પર આધીપત્ય જમાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. જેથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

આખરે યુવકે કહી દીધું કે, મારૂ નહીં માને તો બધું વાયરલ થઈ જશે

યુવતીની મિત્રતાને તેની શરણાગતિ અને મરજી સમજવાની ભૂલ કરી બેઠેલો યુવક નું ધાર્યું નહીં થતાં તે વધુ ઉશ્કેરાટમાં આવી ગયો હતો. યુવતી તેના તાબે નહીં થતી હોવાથી યુવકે તેને ધમકાવવા માંડી હતી અને અંગત પળોના ફોટા, મેસેજ તેમજ વિડિયો ક્લિપ્સ વાયરલ કરવાની ધમકી આપી હતી.

અભયમની મદદ લેતા યુવકની શાન ઠેકાણે આવી

યુવકની ધમકીઓથી પરેશાન થઈ ગયેલી યુવતીને ફ્રેન્ડશીપ રાખવા બદલ ખૂબ પસ્તાવો થવા માંડ્યો હતો, અને તેની સ્થિતિ ન કહેવાય ન સહેવાય તેવી થઈ ગઈ હતી. આખરે યુવતીએ હિંમત કરીને અભયમને 181 પર ફોન કરતા તેમણે યુવતીને રૂબરૂમાં સાંભળી હતી.

યુવતીની ઓળખ જાહેર નહીં થાય તેવી ખાતરી આપી અભયમ ની ટીમે પોલીસને સાથે રાખી યુવકને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાકીય સમજ આપી તે એક ગંભીર અપરાધ કરી રહ્યો છે તેમ સમજાવતા આખરે યુવક ઘુંટણીએ પડી ગયો હતો. તેણે યુવતીની માફી માગી હતી અને ફોટા મેસેજ અને વીડિયો ક્લિપ્સ ડીલીટ કરી દીધા હતા.

0 thoughts on “વડોદરામાં યુવતી સાથે ફ્રેન્ડશીપના નામે બ્લેકમેલિંગ કરવું યુવકને ભારે પડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *