GUJARAT

હોટ અભિનેત્રી બધું કામ પડતું મુકી આ ક્રિકેટર પાછળ પાછળ ઓસ્ટ્રોલિયા પહોંચી!

મુંબઈ: ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ડેટિંગ અને બ્રેકઅપની વાતો લાંબા સમયથી ચર્ચાયા કરે છે. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર કોમેન્ટ વોર પણ થઈ ચુકી છે. જોકે, ઉર્વશી અવારનવાર ઋષભ માટે પોતાની લાગણી પણ હજુ જાહેર કરે છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં છે તો ઉર્વશી પણ પાછળ પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોતે ઓસ્ટ્રેલિયા હોવાના ફોટા શેર કર્યા હતા. સાથે સાથે ઉર્વશીએ એમ પણ કહ્યું હતું કે પોતે પોતાનાં દિલને અનુસરીને અહીં પહોંચી આવી છે.

ઉર્વશીની આ પોસ્ટ પર જાતભાતની કોમેન્ટ થઈ રહી છે. કોઈએ ‘સાત સમુંદર પાર મૈ તેરે પીછે પીછે આ ગઈ ‘ એવું ગીત પણ લખ્યું છે.

કેટલાય ચાહકોએ લખ્યું છે કે ઋષભ પંતે ઉર્વશીના આ પ્રેમની કદર કરવી જોઈએ અને તેની સાથે પેચ અપ કરી લેવું જોઈએ. કમસે કમ હવે બંનેએ જાહેરમાં તકરાર કરવાનું તો બંધ જ કરી દેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *