GUJARAT

સુરતનું એક એવું મંદિર, જ્યાં ભગવાનને ચડાવવામાં આવે છે જીવતા કરચલા

ભગવાનને ફૂલહાર અને દૂધ અને પ્રસાદ ચડાવતા તો જોયા છે પરંતુ સુરતનું એક મંદિર એવું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોકો પોતાની બાંધા પુરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે. ઉતરાયણ બાદ આ બાધા પૂરી કરવા માટે આ દિવસે ઉમરા ખાતે આવેલા રામનાથ ઘેલા મંદિરે હજ્જારો લોકો મંદિરે આવતા હોય છે. 

આ મંદિર અંગે એક જૂની લોકવાયકા છે. મંદિરનાં પૂજારી અભિષેક ગોસ્વામીએ કહ્યું કે હજ્જારો વર્ષ પહેલા જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા. દરમિયાન ભગવાન રામના પિતા દશરથનું મોત નીપજયુ હતુ. ભગવાન રામ પોતે વનવાસ ભોગવી રહ્યા હોય જેથી તેઓ પિતાની તરપણ વિધિમા જઇ શકયા ન હતા. જેથી ભગવાન રામે તરપણ વિધિ કરવાનુ નક્કી કરી દીધુ હતુ.

ભગવાન રામે તીર મારીને પીપલોદના તાપી નદિકિનારે શીવલીંગ પ્રગટ કર્યુ હતુ. જો કે આ શીવલીંગની પુજા કરવા માટે બ્રાહ્મમણ ન હતા. જેથી તેમને સમુદ્ર દેવને આહવાન કર્યુ હતુ કે તેઓ પોતાના પિતાની તરપણ વિધિમા આવે. ભગવાન રામની વાત સાંભળી ખુદ સમુદ્ર દેવ બ્રાહમણનુ સ્વરુપ લઇને ત્યા આવ્યા હતા. જ્યા સમુદ્ર દેવની સાથે કરચલા પણ તેમની સાથે આવ્યા હતા અને તેઓ શીવલીંગ પર જઇને બેસી ગયા હતા.

આ ઘટના બાદ સમુદ્ર દેવે કરચલાનું ઉધ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામને વિનંતી કરી હતી અને આ વિનંતી માની ભગવાન રામે કહ્યુ હતુ કે અહીના શીવલીંગ પર જે પણ લોકો જીવતા કરચલા ચઢાવશે તેમના કાનની રસી કે દુખાવો દુર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *