GUJARAT

એક, બે નહીં પણ 27 પેજની ‘જરા હટ કે’ કંકોત્રી, આ કંકોત્રી જરૂર વાંચજો અને સાચવજો

હાલમાં ક્રાઇમ દિવસે ને દિવસે ખુબ વધી રહ્યાં છે. ચોરોમાં જાણે પોલીસનો ડર રહ્યો જ ના હોય તેમ ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે ધણા સમયથી ચોરોએ હવે ઓનલાઈન ફ્રોડ કરવાનો નવો કિમિયો વિક્સાવ્યો છે. જ્યાં સાયબર ક્રાઇમનો માસુમ લોકો ભોગ બની રહ્યાં છે. ત્યારે આવા પ્રકારના થતાં ક્રાઇમોને અટકાવવા પોલીસે ઘણા અભિયાન અને સેમિનાર યોજીને લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે આ અભિયાનને વધુ આગળ ધપાવવા અમરેલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જ્યાં સાયબર ક્રાઈમ વિશે લોકોને જાગૃત કરવા પોતાના લગ્નની 27 પેજની કંકોત્રીને માધ્યમ બનાવ્યું છે. તો આવો જાણીએ કેવી રીતે આ કંકોત્રી લોકોને સાયબર ક્રાઇમથી બચવા જાગૃત કરશે…

તો આ વાત છે અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નયન સાવલીયાની. જેમણે લોકોમાં સાયબર ક્રાઇમને ઘટાડવા અનોખી પહેલની શરૂઆત કરી છે. નયન સાવલિયા વર્ષ 2019થી ગુજરાત પોલીસમાં અમરેલી જિલ્લામાં જોડાયા બાદ વર્ષ 2012થી સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેના કારણે નાગરિકોને સાયબર ક્રાઇમના ભોગ બનતા તેમણે અનેક વાર જોયા છે. જેના કારણે તેઓ હવે લોકોમાં સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા ફેલાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે.

આ 7 ફેબ્રુઆરીએ તેમના લગ્ન તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ધારા સાથે નક્કી થયા છે. ત્યારે લોકોમાં સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા આવે અને તેનાથી લોકો બચી શકે તે માટે તેઓ ઘણા વિચાર કરી રહ્યાં હતા. ત્યાં અચાનક તેમને તેમના લગ્ન કંકોત્રી દ્વારા લોકોને જાગૃત કરવાનો વિચાર આવ્યો અને તેમણે ડિજિટલ કંકોત્રીની મદદથી આ વિચારને અમલમાં પણ મુક્યો. હાલમાં સાયબર ક્રાઇમના સમગ્ર રાજયભરમાં ગુન્હા વધી રહ્યા છે. ત્યારે આ બધા લોકો કઈ રીતે બચી શકે તેના માટે એક પ્રયાસ કર્યો છે. કંકોત્રી સાથે સાયબર ક્રાઇમના અનેક સૂત્રો અને માહિતીઓ જોડી લોકો સુધી સંદેશો પહોંચે તે માટેની એક પહેલ કરી છે. જેથી લોકો તેમના લગ્નની કંકોત્રી વાચે અને સાયબર ક્રાઇમના ભોગ બનતા બચે.

નયન સાવલિયાએ જણાવ્યું હતું કે, અમે બંને પોલીસ વિભાગમાં ફરજ બજાવી છીએ અને 7 તારીખ મારા લગ્ન છે. હાલના સમયમાં ઇન્ટરનેટથી સાયબરના ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારનું સાયબર અભિયાન ચાલી રહ્યું છે તે વધુને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે વિશે વિચારતો હતો. ત્યારે મને મારા લગ્નની કંકોત્રીમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ લાવવાનો વિચાર આવ્યો હતો. જેથી લોકોમાં સાયબર અવેરનેસ ફેલાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે મેં મારી ડિજિટલ કંતોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો અને માહિતીઓ જોડી લોકો સુધી સંદેશો પહોંચે તે માટેની એક પહેલ કરી છે અને મારા ટ્રેડિશનલ ડ્રેસ સાથેના ફોટા પણ એટ કર્યાં છે. જેથી આજની યુવા પેઢી આપણી ભાતીગળ સંસ્કૃતીને ભૂલી ન જાય. આ નવતર પ્રયોગમાં અમારા પરિવારજનો અને એસપી સહિત પોલીસ વિભાગનો અમને ખૂબ સહકાર મળ્યો છે.

નયન સાવલિયાએ પોતાની ડિજિટલ કંકોત્રી તૈયાર કરાવડાવી છે. આ કંકોત્રીમાં 27 પેજ છે. જેમાં સૌ પ્રથમ નયન અને ધારાએ આજની યુવા પેઢી આપણી ભાતીગળ સંસ્કૃતીને ભૂલી ન જાય તે માટે ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેથી લોકો મોર્ડન સંસ્કૃતિ અપનાવતા પોતાની ભાતીગળ સંસ્કૃતીને ભૂલી ન જાય. ત્યારબાદ પેજ નં-7થી તેમણે સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો, સાયબર ક્રાઈમના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે. ત્યારબાદ જ્યાં આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે, નવા મિત્રો બનાવવા માટે થઈ રહ્યો છે. તેની સાથે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઠગાઈ કરી રહ્યાં છે. તેના વિશે પણ લોકોને જાગૃત કર્યાં છે. ત્યારબાદ ઇ-મેઇલ સ્પુફિંગ એટલે શું તે પણ લોકોને જણાવ્યું છે. જે બાદ તેમણે સાયબર ક્રાઇમ મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું છે. જેમાં

આ કંકોત્રીમાં આ ક્રાઇમથી નાગરિકો કઈ રીતે બચી શકે તે માટે પણ અલગથી માહિતી આપવામાં આવી છે. જોડે ચાઈલ્ડ પોર્નોગ્રાફિ, સોશિયલ મીડિયા સિક્યોરિટી, મોબાઈલ સિક્યોરિટી વીશે પણ માહિતી આપવામાં આવી હતી. આ તમામ પ્રકારના ગુનાથી બચવા માટે જાતે સાવચેતી રાખવા અને સાથે સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930નો પણ સંપર્ક કરી શકે નાગરિકો ત્યાં સુધીની બધી જ જાણકારી આ કંકોત્રીમાં આપવામાં આવી છે. ત્યારબાદ સરકારની સાયબર વોલ્નટિયર યોજનામાં સહકાર આપી. એક સાચા નાગરિક તરીકે વધતાં સાયબર ક્રાઇમને અટકાવવામાં મદદરૂપ થઈ શકે તેવા સાયબર વોલન્ટિયરને ગુજરાત સાયબર ક્રાઇમ સેલ આવકારે છે. તે સુચન કરતો પત્ર પણ મુક્યો છે.

નયન સાવલિયા સાયબર ક્રાઇમમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમના પત્ની ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજય સરકાર સાથે નાનકડા પોલીસ કર્મચારીઓ પણ તેમના ઘરે પ્રસંગમાં આ પ્રકારની પહેલ કરી જાગૃતિ લાવતા એસપી સહિત પોલીસ અધિકારીઓ પણ પ્રશંસા આવકારી રહ્યાં છે.

નયન બાવચંદભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રેહવાસી છે. તેમના પત્ની ધારા ધારી વિસ્તારમાં આવેલા દલખાણીયા ગામના રેહવાસી છે. જેથી તેમના લગ્નોત્સવ પણ અહીં જ દલખાણીયામાં યોજાશે. જૂની ખેડૂતોની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના ફોટોગ્રાફ પણ કંકોત્રીમાં એટલા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેટલા આ બંને પોલીસકર્મીઓ.

NAYAN SAVALIYA MARRIAGE INVITATION (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *