કાઠિયાવાડમાં મનો દિવ્યાંગતા ધરાવત યુવાનો લગ્નગ્રંથીથી જોડાયા
લગ્ન એક પવિત્ર બંધન છે ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છાતા હોય છે ત્યારે સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતા ગાંગાભાઈ ચાવડા ના પુત્ર દિનેશભાઈ જોએ બોલી તેમજ સાંભળી શકતા નથી.
તેઓ વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા માધાભાઈ રાઠોડની પુત્રી સવિતા સાથે લગ્ન જીવન જોડવા માટે તેઓ ડીજેના તાલ સાથે મોટરકારમા જાન લઈને કાજલી આવી પહોંચ્યા હતા.
હિંદુ સંસ્કૃતિ મુજબ લગ્ન ગ્રંથીમા જોડાયા હતા. સવિતા બેન જે ઓછું સાંભળે છે અને બોલવામાં તકલીફ પડે છે તેમ છતાં તેઓ લગ્નગ્રંથીમા વર અને કન્યા બંને સાત ફેર ફરી અને લગ્ન ગ્રંથીમા જોડાયા હતા.
ગુજરાતના આંગણે એક અનોખા લગ્ન યોજાયા હતાં. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા વર અને કન્યા લગ્ન ગ્રંથિ જોડાયા હતા. આ લગ્ન જોઈ મહેમાન ખુશ થઈ ગયા હતાં.