GUJARAT

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં તાજેતરમાં ડેપ્યુટી સેન ઉપર આવેલા વિનોદ ત્રિપાઠી અલ્ટ્રાટેક કંપનીમાં આસિસ્ટન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમજ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા, આ દરમિયાન તેઓએ અહીં રૂમની અંદર ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી છે.

આ ઘટનાની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરી રહ્યા છે. આ વચ્ચે આપઘાતની ઘટનાને લઈ શોકમય માહોલ પણ છવાયો છે.

વિનોદ ત્રિપાઠી અલ્ટ્રાટેક કપંનીમાં આસિસ્ટન વાઈસ પ્રેસિડેન્ટ હતા. તેમજ યુપીના ગોરખપુર વિસ્તારનો રહેવાસી હતા. 2 માસ પહેલા સુરતના મગદલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં અહીં ડેપ્યુટી સેન ઉપર આવ્યા હતા. તેઓએ આત્મહત્યાનું પગલું ભરતા કંપનીમાં શોકમય માહોલ છવાયો છે.

આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સમગ્ર ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ તપાસ કરી રહી છે. પારિવારિક કારણે આત્મહત્યા કરી હોવાની પોલીસને એક આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *