અમદાવાદના ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું પકડાયું, બે રૂપલનના રંગે હાથ પકડાઇ

બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસેના અનિલ ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડીને કૂટણખાનાનો પર્દાફાસ કર્યો હતો. પોલીસે રૃા. ૫૦૦ આપીને ડમી ગ્રાહકો મોકલ્યા હતા અને પર પ્રાંતિય બે રૃપલનાને પકડી પાડીને ગેસ્ટ હાઉસના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે શહેર કોટડા પોલીસને કન્ટ્રોલ રૃમના તરફથી મેસેજ મળ્યો હતો કે બાપુનગરમાં હિરાવાડી ચાર પાસેના ગેસ્ટ હાઉસોમાં કૂટણખાના ચાલી રહ્યા છે, આ મેસેજ આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ.આહિર મહિલા પાસે ગયા હતા અને રૃા. ૫૦૦ આપીને ડમી ગ્રાહકો ગેસ્ટ હાઉસમાં મોકલ્યા હતા.

જેમાં અનિલ નામના ગેસ્ટ હાઉસમાં ત્રણ રૃમમાં ચેકિંગ કરતા બે રૃમમાંથી નેપાલ અને બાંગ્લાદેશની બે મહિલા મળી આવી હતી. મહિલાની પૂછપરછ કરતા આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણી આ વેશ્યાવૃત્તિના ધંધામાં પરોવાઇ હતી, પોલીસે રૃમમાંથી કોન્ડમના પેકેટ કબજે કર્યા હતા.

પોલીસ તપાસમાં ગેસ્ટ હાઉસના માલિક બહારીથી ગ્રાહકો બોલાવીને પોતાની ગસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવતો હતો. પોલીસે અનિલ ગેસ્ટ હાઉસના માલિક ફૂલચંદ યાદવ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે, મહિલાના જણાવ્યા મુજબ પાંચ મહિનાથી તેઓ અંહિયાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *