આ જુડવા બહેનોએ એક જ યુવક સાથે કર્યાં લગ્ન, બંને બહેનો એકસાથે માતા બનશે
તમે વિચિત્ર લગ્નો વિશે તો જરુર સાંભળ્યું હશે પણ શું તમે જુડવા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હોય એવું ક્યારેય સાંભળ્યું છે. જો નહી! તો આજે અમે તમને જુડવા બહેનો વિશે જણાવીશું કે, જેની રહેણીકરણી અને ખાણીપીણી તો એક જ જેવી છે પણ તેનો જીવનસાથી પણ એક જ જેવો છે. પહેલા તો તમને ઓસ્ટ્રેલિયા લઈ જઈએ. અહી જાણીતા શહેર પર્થમાં બે જુડવા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હતા અને ટૂંક સમયમાં જ ત્રણેય માતા-પિતા બનશે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે, યુવકે એક અમેરિકન રિયાલિટી લાઈવ શો દરમિયાન જુડવા બહેનો- 36 વર્ષની અન્ના અને લૂસીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બ્રેન બ્રાયન ઓસ્ટ્રેલિયામાં ઈલેક્ટ્રિશિયન છે અને છેલ્લા 10 વર્ષથી બંને બહેનોને ડેટ કરી રહ્યો છે.
બ્રાયને બંને બહેનોને પ્રપોઝ કરવા માટે એક અનોખી રીત શોધી અને લેટેસ્ટ રિયાલિટી શો TLC એક્સ્ટ્રીમ દરમિયાન બ્રાયન બંને બહેનોને એક પાર્કમાં રોમેન્ટિક પિકનિક પર લઈ ગયો હતો. જ્યા બ્રાયને બંને બહેનોને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
બ્રાયનને ડર લાગી રહ્યો હતો કે, બંને બહેનો લગ્ન માટે રાજી થશે કે નહી પણ બ્રાયનને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેને ખબર પડી કે, તે બંને બ્રાયન તેઓેને પ્રપોઝ કરે તેની રાહ જોઈ રહી હતી. બ્રાયને પ્રપોઝ કર્યું કે, તુરંત બંને લગ્ન માટે રાજી થઈ ગઈ.
આ પ્રપોઝલ અંગે વાત કરતાં બંને બહેનો બોલી કે , ‘જુડવા હોવાનાં કારણે અમારી પસંદ અને નાપસંદ એક જેવી જ છે અને અમારો ટેસ્ટ પણ કોમન છે અને કદાચ એટલે જ અમને બંનેને એક જ યુવક પસંદ આવ્યો અને એ વાત પણ સ્પષ્ટ છે કે, અમે જે પણ હવે કરીશું એ સાથે જ કરીશું.’ બંને બહેનોનાં લગ્નની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ.