TV એક્ટ્રેસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, સેટ પર છવાયો સન્નાટો
મુંબઇ : ટીવી સિરયલ ‘દાસ્તાન-એ- કાબૂલ’માં શહેજાદી મરિયમનું પાત્ર ભજવતી બોલીવુડ અને ટોલીવુડની આશાસ્પદ અભિનેત્રી તુનિશા શર્મા (૨૦)એ વસઇમાં ટીવી સિરિયલના સેટ પર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર જે સ્થિતિમાં તુનિશાની બોડી મળી છે તેના પરથી આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે પણ જે પરિસ્થિતિમાં મળી છે તે શંકાસ્પદ છે તેતઈ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું.
આ સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક વિગતાનુસાર આ ઘટના બની ત્યારે તુનિશા શનિવારે કો-સ્ટાર શીજાનખાનના મેકઅપ-રૂમમાં પહોંચી હતી પણ ખાન શૂટિંગમાં વ્યસ્ત હતો. દરવાજો અંદરથી બંધ હતો. શિઝાને ઘણીવાર અવાજ આપ્યા છતાં અંદરથી કોઇ પ્રતિભાવ ન મળતા મેકઅપ- રૂમનો દરવાજો તોડી નાંખવામાં આવ્યો હતો. આ સમયે તુનિશા બેહોશ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.
પોલીસે ક્રુ મેમ્બરો સાથે જ સેટ પરના અન્ય લોકો અને કો-સ્ટારની પણ પૂછપરછ શરૂ કરી હતી. તુનિશા શર્માએ ખૂબ જ નાની ઉંમરમાં કારકીર્દીની શરૂઆત ‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’થી કરી હતી. ત્યારબાદ તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્હર પૂંછવાલા, શેર-એ- પંજાબ મહારાણા રણજીત સિંહ, ઇન્ટરનોવાલા લવ, ઇશ્ક સુભાન અલ્લાહમાં પણ કામ કર્યું હતું. તુનિશાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેની મુખ્ય ફિલ્મોમાં ફિતૂર, બાર-બાર દેખો, કહાની-૨ અને દબંગ-૩નો સમાવેશ થાય છે. કહાની-૨માં તુનિશાએ વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા ભજવી હતી જ્યારે દબંગ-૩માં તુનિશાએ કેમિયો રોલ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર હતા 10 લાખ ફોલોઅર્સ આત્મહત્યા પહેલા વીડિયો પણ શેર કર્યો હતો
મુંબઇ : તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રીય હતી. તે અવારનવાર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહેતી. ઇન્સ્ટ્રાગ્રામ પર તેના ૧૦ લાખ જેટલા ફોલોઅર્સ પણ હતા. આ સિવાય આત્મહત્યા કર્યા પહેલા છ કલાક અગાઉ તેણે ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં જોવા મળે છે કે તે સેટ પર મેકઅપ કરાવી રહી છે અને તેની આસપાસ ઘણા લોકો નજરે પડી રહ્યા છે. જો કે આ વીડિયો શેર કર્યાના છ કલાકમાં જ તેની આત્મહત્યાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો હતો.
તુનિશાના પરિવારજનોનો કો-સ્ટાર શીઝાન ખાન પર સતામણીનો આરોપ
તુનિશાએ અચાનક ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાંખતા સ્તબ્ધ થઇ ગયેલા તેના પરિવારજનોએ તેના કો-સ્ટાર શીઝાન ખાન પર સતામણીનો આરોપ લગાવ્યો હતો. પરિવારજનોએ એક ચેનલને જણાવ્યા મુજબ તેનો કો-સ્ટાર શીઝાન ખાન તેને સતત હેરાન કરી રહ્યો હતો તેથી તુનિશા ડિપ્રેશનમાં હતી. અને આ કારણસર જ તેણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. બંને વચ્ચે ઝગડો થતાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસે શિઝાન સામે તુનિશાને આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ દાખલ કર્યો છે.
તુનિશાના એક નિકટવર્તી સંબંધીએ ચેનલને જણાવ્યું હતું કે તુનીશા એક અઠવાડિયાથી કહેતી કે શીઝાન તેને સતાવી રહ્યો છે અમે શીઝાન સાથે વત પણ કરી હતી કે તેને સતાવે નહીં અમે પોલીસને ફરિયાદ પણ કરી હતી.
આત્મહત્યા કરનારા અન્ય ટીવી સ્ટાર તુનિશાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા તેના ફોલોઅર્સને મોટો આંચકો લાગ્યો હતો જોકે ગ્લેમરની આ દુનિયામાં આ રીતે ઘણી અભિનેત્રીઓએ હતાશામાં આવી જીવન ટૂંકાવ્યું છે. આ પહેલા ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ અને ‘સસુરાલ સિમરકા’ ફેમ વૈશાલી ઠક્કરે પણ ઝળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આવી જ રીતે ‘દિલ તો હેપ્પી હૈ’ સિરિયલથી રાતો-રાત ફેમસ બનેલ સેજલ શર્માએ પણ ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. આ ઉપરાંત બાલીકા બધૂ ફેમ પ્રત્યુશા બેનર્જીએ પણ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી લીધી હતી.