આ અભિનેતાની હાલત એટલી બધી ખરાબ છે કે ડાયપર ખરીદવાના પણ રૂપિયા નથી
ટીવી એક્ટર ઈશ્વર ઠાકુરની આર્થિક પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ છે. તેઓ હાલ બીમાર છે અને તેમની પાસે સારવાર માટે પણ રૂપિયા નથી.તેમને કિડનીની સમસ્યા છે, તેમની હાલત એટલી ગંભીર છે કે તે તેમના પેશાબ પર પણ કંટ્રોલ કરી શકતા નથી અને તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેમની પાસે ડાયપર ખરીદવાની પણ આર્થિક શક્તિ નથી.
જાણીતા ટીવી આર્ટીસ્ટ ઈશ્વર ઠાકુર આજકાલ ખુબ ગમ્ભીત સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. કોરોના બાદથી તેમને ખાસ ટીવી ક્ષેત્રે કશું કામ મળી રહ્યું નથી. કામના અભ્વાના લીધે તેમની હાલ દિવસે ને દિવસે કથળી જાય છે. ઈશ્વર આજસુધી FIR, મેં આઈ કમ ઇન મેડમ, જીજાજી છત પર હૈ જેવા ટીવી શોમાં જોઈ ચુક્યા છો. હાલ તેઓ ઘરે છે, કિડનીની સમસ્યાને લીધે તેમના ઓગ પણ સુજી ગયા છે, અને તેઓ સંપૂર્ણ આરામની પરિસ્થિતિમાં છે.
એક મીડિયા રીપોર્ટ અનુસાર તેમણે પોતાની પરિસ્થિતિને લઈને જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મારી કિડનીમાં સમસ્યા ઉભી થઈ છે જેના લીધે મારા પગમાં પણ સોજા આવ્યા છે અને તેના લીધે મારાથી યુરીનમાં પણ કંટ્રોલ રહેતો નથી, તકલીફની શરૂઆત થઇ ત્યારે તો હું ડાયપરનો ઉપયોગ કરતો હતો પણ હવે મારી પાસે એટલા પણ રૂપિયા નથી કે હું ડાયપર ખરીદી શકું. હું હાલ જુના કાગળ અને છાપોઓથી કામ ચલાવી રહ્યો છું.