અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતના અઢી વર્ષ બાદ તેના ડોગ ફજનું નિધન
મુંબઇ : સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં અઢી વર્ષ બાદ તેના પાલતુ ડોલ ફજનું પણ નિધન થઈ ગયું છે. ફજના નિધનથી સુશાંતના ચાહકો ફરી ભાવુક બન્યા હતા. સુશાંતના મોત બાદ ફજની સંભાળ તેની બહેન પ્રિયંકા સિંહ રાજપૂત રાખતી હતી. પ્રિયંકાએ જ ફજનું મૃત્યુ થયું હોવાના સમાચાર શેર કર્યા હતા. તેણે ફજની સુશાંત સાથેની તસવીરો પણ શેર કરી હતી.
આ પોસ્ટ બાદ સુશાંતના ચાહકો પણ બહુ ભાવુક બન્યા હતા અને તેમણે સુશાંતના ફજ માટેના લગાવને યાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધન પછી ફજ સુશાંતની તસવીર પાસ સૂનમૂન બેસી રહેતો હોવાના ફોટા વાયરલ થયા હતા.
અઢી વર્ષ જૂના સુશાંત કેસમાં નવો ઘટસ્ફોટ – સુશાંતની હત્યા જ થઈ હતી
મુંબઈ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા ન હતી કરી પરંતુ તેની હત્યા જ થઈ હતી તેવો દાવો તેના પોસ્ટમોર્ટમ વખતે પોત કૂપર હોસ્પિટલના મોર્ચ્યૂરીના કર્મચારી તરીકે હાજર હોવાનો દાવો કરનારા એક વ્યક્તિએ કર્યો છે. તેના જણાવ્યા અનુસાર સુશાંતના શરીર પર ઈજાનાં અનેક નિશાન હતાં. જોકે, તે વખતે હોસ્પિટલના સિનિયર્સને સમગ્ર પોસ્ટમોર્ટમ બહુ ઉતાવળે આટોપી લેવા જણાવાયું હતું. મહારાષ્ટ્ર સરકારે હજુ ગયાં સપ્તાહે જ સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિઆન કેસને રિઓપન કરી તેની એસઆઈટી દ્વારા તપાસની જાહેરાત કરી છે. તેવા સમયે જ એક વ્યક્તિએ મીડિયા સમક્ષ નાટયાત્મક રીતે ઉપસ્થિત થઈ આ દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે.
રુપકુમાર શાહ નામની વ્યક્તિએ એક ખાનગી ચેનલ સમક્ષ ઉપસ્થિત થઈ એવો દાવો કર્યો હતો કે સુશાંતનું મોત થયું ત્યારે પોતે કૂપર હોસ્પિટલમાં મોર્ચ્યૂરીમાં જ ફરજ બજાવતો હતો. તે દિવસે પાંચ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. તેમાંથી એક વીવીઆઈપી વ્યક્તિનો મૃતદેહ છે એમ કહેવાયું હતું. મેં જોયું તો એ સુશાંત સિંહ રાજપૂતની જ ડેડબોડી હતી.
રુપકુમારના દાવા અનુસાર સુશાંતના શરીર પર મારપીટના અને ગળા પર ઈજાના નિશાન હતા.આ ઉપરાંત મારઝૂડથી તેના હાથ-પગ તૂટી ગયા હોય એમ લાગતું હતું. એનું વિડીયો શૂટિંગ કરવાની જરૃર હતી એવું અમે કહી રહ્યા હતા. પરંતુ અધિકારીઓએ અમને ફટાફટ ફોટો જ લઈ લેવા જણાવ્યું હતું. અમે અમારા વરિ અધિકારીઓને જણાવ્યું કે આ પહેલી નજરે હત્યાનો જ બનાવ જણાય છે. પરંતુ વરિે અધિકારીએ કહ્યું કે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સાપી દેવાનો છે.
ગળાફાંસો ખાધેલા અને હત્યા કરાયેલા મૃતદેહમાં મોટો તફાવત હોય છે. તેના ગળા પરની ઈજા હત્યા જેવી લાગતી હતી,શરીર પર ઉઝરડા હતા. આવા નિશાન આત્મહત્યા કરનાર વ્યક્તિના શરીર પર હોતા નથી,ધ એમ રૃપકુમારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ બાંદરા સ્થિત તેના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. એક થિયરી મુજબ બોલીવૂડમાં કારકિર્દી ધાર્યા મુજબ નહીં જામી રહી હોવાથી ડિપ્રેશનમાં રહેલા સુશાંતે આત્મહત્યા કરી હતી. જોકે, સુશાંતની આત્મહત્યા નહીં પણ હત્યા છે તેવી અનેક થિયરીઓ ત્યારથી વહેતી થતી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસ ઉપરાંત સીબીઆઈ પણ તપાસ કરી ચુકી છે. સુશાંતના ખાતાંમાંથી થયેલા વ્યવહારો અંગે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરાઈ હતી અને ઈડીઈ તેની સામે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. જોકે,રિયા તે પછી જામની પર છૂટી ચુકી છે. રિયાના ચેટિંગના આધારે જ આ કેસમાં ડ્રગ્સ કેસનો ખુલાસો થયો હતો અને તેને આધારે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સહિત બોલીવૂડની કેટલીય હિરોઈનો તથા અન્ય કલાકારોની એનસીબી દ્વારા પૂછપરછ થઈ હતી. જોકે, ડ્રગ કેસમાં રિયાનો ભાઈ સુશાંતને ડ્રગ લાવીને આપતો હતો તે ઘટસ્ફોટને બાદ કરતાં બીજી કોઈ મોટી સફળતા મળી ન હતી.
મુંબઈ પોલીસ તથા સીબીઆઈ બંનેએ આત્મહત્યા ગણાવી છે
સુશાંત કેસની પ્રારંભિક તપાસ કરનારી મુંબઈ પોલીસે આ કેસ આત્મહત્યાનો હોવાનું જણાવ્યું હતું. જોકે, સુશાંતના પરિવારજનોની માંગ બાદ બિહાર સરકારના આગ્રહથી આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. સીબીઆઈ પણ સુશાંતે આત્મહત્યા જ કરી હોવાના તારણ પર પહોંચી ચુકી છે. જોકે, અઢી વર્ષ બાદ પણ સીબીઆઈએ આ કેસમાં હજુ સુધી પોતાનો ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો નથી.
દાવો કરનારો સુશાંતનું પીએમ કરનારી ટીમમાં હતો જ નહીંઃ ડોક્ટર
સુશાંતસિંર રાજપૂતનું પોસ્ટ મોર્ટમ કરનારી ટીમના વડા ડો. સચિન સોનામણેએ રુપકુમાર શાહ નામની વ્યક્તિ દ્વારા થયેલા તમામ દાવા ફગાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર આ નામનો કોઈ વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં દેખાતો કોઈ વ્યક્તિ અમારી પીએમ ટીમમાં ક્યારેય સામેલ હતો જ નહીં. આવો કોઈ વ્યક્તિ સુશાંતના પોસ્ટમોર્ટમ વખતે હાજર હતો જ નથી. આથી, તેના દ્વારા થઈ રહેલા દાવામાં લેશમાત્ર સત્ય નથી.
મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ સુશાંત કેસ ફરી ગાજી રહ્યો છે
મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ સુશાંત કેસ ફરી ગાજી રહ્યો છે. શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ દાવો કર્યો હતો કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના મોબાઈલ પર એયુ નામથી ૪૫ ફોન થયા હતા. આ એયુ એટલે આદિત્ય ઠાકરે છે એવું બિહાર પોલીસની તપાસમાં જણાયું છે. આ આક્ષેપો કરનારા રાહુલ શેવાળે ખુદ એક રેપ કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમની સામે એસઆઈટી રચવાનો નિર્દેશ વિધાન પરિષદના સભાપતિ દ્વારા રાજ્ય સરકારને અપાયો છે. બીજી તરફ, સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિઆનના કેસમાં એસઆઈટી રચવાની જાહેરાત ગયાં સપ્તાહે જ વિધાનસભાના ફ્લોર પરથી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે. આ કેસમાં આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેવી માગણી ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ ઉઠાવી છે.