પુત્રના મોત બાદ પુત્રવધૂને ખુશી-ખુશી પરણાવી ને સાસુ-સસરાએ કન્યાદાન કર્યું
સુરતમાં દીકરાના અવસાન બાદ પુત્રવધૂનું સાસુ-સસરાએ કન્યાદાન કર્યું હતું. જેને લઈને આ લગ્ન પ્રસંગમાં હાજર રહેલા સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. 15 મહિના પહેલા દીકરાના મોતને લઈને પરિવારમાં આઘાતમાં સરી પડ્યું હતું.
વેડના નવા મોહલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલાં અકાળે અવસાન થતાં પુત્રવધૂની સાથે સમગ્ર પરિવાર આઘાતમાં સરી ગયો હતો. માતા-પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો એનું તો દુઃખ હતું જ.
જુવાનજોધ પુત્રવધૂ પણ વિધવા થઈ ગઈ હતી. જેની સામે આખી જિંદગી હજી પડી હતી. આખું જીવન કેવી રીતે પસાર કરશે તેની ચિંતા મા-બાપની જેમ જ સાસુ-સસરાને પણ થતી હતી. જેથી બીજા લગ્ન કરાવ્યા હતા.
પોતાના પુત્ર અને પુત્રવધૂ થકી એક બાળકનો જન્મ થયો હતો પરંતુ પુત્ર એકાએક અવસાન પામતા બાળકના શિરેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી અને માતાએ પણ પોતાનો પતિ ગુમાવ્યો હતો. જેના કારણે સમગ્ર પરિવાર શોકમગ્ન હતો.