GUJARAT

આ ખેડૂતની કમાલ જોઈને ગુજરાતના લોકોને લાગી નવાઈ

ગુજરાતના ઘણાં ભાગોમાં બટાકાની ખેતી થતી હોય છે. બટાકા જમીનની અંદર જ ઉગે છે પરંતુ સૌરાષ્ટ્રના એક ખેડૂતે એવી કમાલ કરી છે કે જોઈને લોકોને નવાઈ લાગી છે. ખંભાણિયા તાલુકાના ભાણ ખોખરી ગામના એક ખેડૂત વ્રજલાલ સુરેલિયાએ બટાકાનની ખેતી કરીને કમાલ કરી છે. આ ખેડૂત એર પોટેટોની ખેતી કરીને સમગ્ર જગ્યાએ ચર્ચામાં આવ્યા છે.

બટાકા કંદમૂળ પાક છે અન તે જમીનની અંદર જ થાય છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂત વ્રજલાલે વેલા પર પકવવામાં આવતાં બટાકાની ખેતી શરૂ કરી હતી. એકવાર આ બટાકાની જમીનમાં વાવણી કર્યાં બાદ એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને તે પણ જમીનમાં નહીં પરંતુ બટાકા વેલા પર ઉગે છે.

આ વેલા પર બટાકા ઉગે છે. આ બટાકા સામાન્ય કરતાં સ્વાદમાં પણ સારા હોય છે. મહત્વની વાત એ છે કે, ચિપ્સ માટે આ બટાકા ઉત્તમ ક્વોલિટી માનવામાં આવે છે, એટલા માટે જ આ બટાકાનો 50થી 100 રૂપિયા સુધી કિલોનો ભાવ મળતો હોય છે. ખેડૂત વ્રજલાલે એક વર્ષ પહેલા પોતાની ઓછી જમીનમાં સિમેન્ટના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી એર પોટેટોની ખેતી શરૂ કરી હતી.

જમીનમાં નહીં વેલા પર ઉગતાં બટાકા એટલે આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે. હાલ વ્રજલાલ આ એર પોટેટોની ખેતી કરે છે અને તેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે, આ બટાકાનું તેઓ ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે અને હાલ અંદાજે 100 રૂપિયા જેટલો ભાવ પણ મળી રહ્યો છે.

એર પોટેટોની ખેતીમાં તેઓ ટપક સિંચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે. આવી ખેતીથી બે ફાયદા થાય છે જેમાં લોકોને શુદ્ધ બટાકા અને શરીરને પણ નુકશાન ન પહોંચે. એટલું જ નહીં પાકનો ખેડૂતને ભાવ પણ સારો મળે છે. હાલ વ્રજલાલ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.

ખેડૂત વ્રજલાલ ફક્ત 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો સહિતના પાકનું વાવેતર કરે છે. તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક હોવાનું જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *