સારા તેંડુલકર સાથે બ્રેક અપ થયા બાદ શુભમન ગિલે સારા ખાન સાથે ડીનરની મજા માણી
મુંબઈ : અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ એક રેસ્ટોરાંમાં ડીનર કરવા સાથે ગયાં હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેમનાં ડેટિંગની અફવાઓ ચાલુ થઈ છે.
શુભમન ગિલ અને ક્રિકેટ લિજન્ડ સચિન તેંદુલકરની દીકરી સારા વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાઓ અગાઉ પ્રસરી હતી. બંને કેટલીક ઈવેન્ટમાં સાથે પણ દેખાયાં હતાં. જોકે, થોડા સમય પહેલાં જ બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યાં હતાં. તેને પગલે તેમના વચ્ચે બ્રેક અપ થયું હોવાની ચર્ચા પ્રસરી હતી.
હવે એક ચાહકે મુંબઈના એક વૈભવી રેસ્ટોરામાં સારા અલી ખાન તથા શુભમનને સાથે ડીનર કરતાં જોયાં હતાં. તેણે તેમનો વીડિયો ઉતારી લઈ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લીધો હતો. તેને પગલે શુભમન હવે સારા તેંદુલકરને બદલે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે શું તેવી ચર્ચા શરુ થઈ છે.
લોકો આ વીડિયો પર જાત જાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે શુભમનને સારા નામ પસંદ છે. તેંદુલકરને બદલે હવે તેણે ખાનની પસંદગી કરી છે. કોઈએ લખ્યું છે કે શુભમનની અગાઉ એક લિજન્ડ ક્રિકેટરની દીકરી સાથે દોસ્તી હતી. હવે તેણે અન્ય એક લિજન્ડ ક્રિકેટરની પૌત્રી સાથે દોસ્તી વધારી છે. મતલબ કે શુભમન પોતે એક ક્રિકેટર તરીકે કોઈ ક્રિકેટર ઘરાનાને જ વધુ પસંદ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાનના દાદા મનસુર અલી ખાન પટૌડી પોતાના જમાનાના દિગ્ગજ ક્રિકેટ હતા.
સારાનું અફેર અગાઉ કાર્તિક આર્યન સાથે ચાલતું હતું. કરણ જોહરે પોતાના ટીવી શોમાં સારા અને કાર્તિકનું અફેર ઉઘાડું પાડી દેતાં સારા ભારે નારાજ પણ થઈ હતી. જોકે, બંને વચ્ચે બહુ લાંબા સમયથી બ્રેક અપ થઈ ચૂક્યું છે.