GUJARAT

ગેંગસ્ટરની ધમકી બાદ સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ કાર

મુંબઇ : હત્યા કરવાની ધમકીનો પત્ર મળ્યા પછી સલમાન ખાનની સિક્યોરિટી સખત કરી દેવામાં આવી છે. સોમવારે રાતના અભિનેતા મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ટોયોટા લેન્ડ ક્રૂઝર કારમાંથી ઊતરતો જોવા મળ્યો હતો. તેને ધમકી મળ્યા પછી પોતે બુલેટ પ્રૂફ કાર પાછળ કરોડો રૂપિયા ચુકવ્યા છે અને મુંબઇ પોલીસે તેને સુરક્ષા માટે સાથે ગન રાખવાના લાઇસન્સ પણ આપ્યું છે.

રિપોર્ટના અનુસાર, સલમાને પોતાની ટોયોટા લેન્ડ ક્રૂઝરને અપગ્રેડ કરી છે. તેમાં તેણે બુલેટપ્રૂફ સ્ક્રીન્સ લગડાવ્યા છે. આ ગાડીની કિંમત ૧. ૫ કરોડ હોવાનું કહેવાય છે. સલમાનની આ લેન્ડ ક્રૂઝરમાં ૪૪૬૧ સીસીનું એન્જિન બેસાડવામાં આવ્યું છે.

આ એસયુવી ફક્ત એક જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે જે સંપૂર્ણ રીતે બુલેટપ્રૂફ છે. જેની બારીની કિનારી પર એક મોટી બોર્ડર પણ છે જેને કારણે આ કાર સંપૂર્ણ રીતે આર્મર્ડ છે. આવી કાર ખાસ ડિમાન્ડ પર જ બનાવામાં આવતી હોય છે.

સલમાન ખાન ૨૨ જુલાઇના રોજ મુંબઇના પોલીસ કમિશ્નરને મળ્યો હતો અને તેમણે અભિનેતાને હથિયારનું લાઇસન્સની મંજૂરીઆપી હતી. જોકે ધમકી મળ્યા પછી સલમાન ખાન ડરી નથી ગયો અને તે પોતાના શેડયુલ મુજબ જ કામ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *