GUJARAT

બર્થ ડે પાર્ટીમાં આવેલી એકસ ગર્લફ્રેન્ડ માટે સલમાન ખાને જાતે ખોલ્યો કારનો દરવાજો

મુંબઇ : સલમાન ખાને પોતાના ૫૭મા બર્થ ડેની પાર્ટીમાં હાજરી આપવા આવેલી એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને જાહેરમાં કિસ કરતાં તે વીડિયો ભારે વાયરલ થયો હતો. બોલીવૂડનો બાદશાહ શાહરુખ ખાન પણ ખાસ મિત્ર સલમાનને વિશ કરવા રાતે ત્રણ વાગ્યે પહોંચ્યો હતો. પરંતુ, આ બંને ખાન સ્ટાર્સની મુલાકાત કરતાં પણ સલમાને સંગીતાને કરેલી કિસ વધારે વાયરલ થઈ હતી. 

સલમાને સંગીતાને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. સંગીતા માટે કારનો દરવાજો ખોલવા સલમાનનો બોડીગાર્ડ શેરા દોડયો હતો. પરંતુ, સલમાને શેરાને બાજુ પર ખસેડી જાતે સંગીતા માટે કારનો દરવાજો ખોલ્યો હતો. તેણે સંગીતાને એકદમ ઉત્કટતા સાથે આલિંગન આપ્યું હતું અને તેને કપાળ પર કિસ કરી હતી. 

સલમાન અને સંગીતા વરસો પહેલા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. દસ વરસના સંબંધ પછી તેઓ ૧૯૯૪માં લગ્ન કરવાના હતા અને તેમના લગ્નની કંકોતરી પણ છપાઇ ગઇ હતી. પરંતુ તેવામાં પાકિસ્તાની સોમી અલી સાથેના સલમાનના સંબંધને કારણે વાત વણસી ગઇ હતી અને સલમાન અને સંગીતાના લગ્ન થયા નહીં. તેમ છતાં સલમાન અને સંગીતાની દોસ્તી ૩૦ વરસથી અકબંધ છે. 

સંગીતા બિજલાની ફક્ત સલમાનની બર્થ ડે પાર્ટીમાં જ નહીં પરંતુ સલમાનના દરેક પારિવારિક ફંકશનોમાં જોવા મળે છે. તેઓ હજી પણ એટલા જ ગાઢ મિત્રો છે, અને એકબીજાને મદદ કરવા અડધી રાતના પણ તત્પર હોય છે. 

સલમાન સાથે છૂટા પડયા પછી સંગીતાએ ૧૯૯૬માં ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે લગ્ન કર્યા હતા અને પછી તે પણ તૂટી ગયા. સલમાનના જીવનમાં ઐશ્વર્યા રાય આવી હતી, પરંતુ તેની સાથેની મૈત્રી અને પ્રેમનો ખરાબ અંત આવ્યો હતો. સલમાન સ્વયં ઐશ્વર્યા સાથેના બ્રેકઅપના કારણે ભાંગી પડયો હતો. તેના પર ઐશ્વર્યાને મારપીટના આરોપ પણ લાગ્યા હતા, ત્યારે સંગીતા બિજલાનીએ તેને હિંમત આપીને સંભાળી લીધો હતો. 

સંગીતાએ પોતે જ એક ઇન્ટરવ્યુ દરમિયા કહ્યું હતુ કે, સંબ્ધો તૂટી શકે છે, પરંતુ કોઇની સાથેનું કનેકશન કદી તૂટતું નથી હોતું. દોસ્તી કરી છે તો નિભાવી તો પડે જ. તેણે એમ પણ કહ્યુ હતુ કે, મારા જીવનમાં પણ એક સમય એવો આવ્યો હતો કે, ત્યારે હું નાદાન અને મૂર્ખ હતી. પરંતુ હવે મેચ્યોર થઇ ગઇ છું, અને આ દરમિયાન મને ઘણા અનુભવો થયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *