લવ મેરેજની જીદે ચડેલી પુત્રીને કારણે માતા અને પિતા વચ્ચે પડ્યું ભંગાણ
વડોદરામાં પ્રેમ લગ્ન કરવા માટે જીદે ચડેલી પુત્રીને કારણે માતા-પિતા વચ્ચે ભંગાણ પડતા આખરે અભયમની ટીમે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી એક યુવતી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમમાં પડતા બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ યુવતીના પિતા લગ્ન કરાવવા તૈયાર ન હતા.
યુવતીની માતા પુત્રીનો પક્ષ લેતી હોવાથી આ મુદ્દે પતિ પત્ની વચ્ચે વારંવાર ક્લેશ થતો હતો. એક તબક્કે જીતે ચડેલા પિતા એ પત્નીને છોડી દેવાનો નિર્ણય લેતા પત્નીએ અભયમની મદદ માગી હતી.
અભયમની ટીમે બંને પતિ-પત્ની વચ્ચે મીટીંગ કરાવી કામ સેલિંગ કર્યું હતું કાઉન્સેલિંગ કર્યું હતું અને પુત્રી પુખ્ત વયની થઈ છે અને સામે નક્કી કરેલો મુરતિયો પણ વેલ સેટ તેમજ પરિવારમાં મિક્સ થઈ જાય તેવો હોવાથી વિચાર કરવા માટે સમજાવ્યા હતા.
તેમણે અન્ય પરિવારજનોની પણ સલાહ લઈ યોગ્ય નિર્ણય લેવા માટે કહ્યું હતું. જેથી બંને વચ્ચે સુલેહ થયો હતો.