GUJARAT

રેડિયો જોકી કુણાલના પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં લખી આ વાત

રેડિયો જોકી કુણાલ દેસાઈના 74 વર્ષીય પિતા ઈશ્વરભાઈએ સોલા જનતાનગર ફાટક પાસે બુધવારે સવારે 6 વાગ્યા પહેલા ટ્રેન નીચે પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો. ઇશ્વરભાઈની પુત્રવધુ અને RJ કૃણાલની પત્ની ભૂમિ પંચાલે 2016માં કરેલી આત્મહત્યાના કેસમાં સમાધાન માટે 1 કરોડની માંગણી કરનાર વેવાઈ પક્ષના ત્રણ લોકો સહિત ચાર જણા સામે સોલા પોલીસે ગુરૂવારે ગુનો દાખલ કર્યો હતો.

બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં ઝાંસીની રાણી સર્કલ પાસે સિલ્વર લિફમાં રહેતા ઈશ્વરભાઈએ બુધવારે સવારે 6 વાગ્યા પહેલા જનતાનગર રેલ્વે ફાટક આસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. બનાવને પગલે તેઓના ભાઈ સહિતના ઘરના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને સ્થળ પરથી 7 પાનાંની સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં ઈશ્વરભાઈએ લખ્યું હતું કે, પુત્રવધુ ભૂમિએ 2016માં કરેલી આત્મહત્યા મામલે ઈશ્વરભાઈ, તેમની પત્ની અને પુત્ર કુણાલ વિરૂધ્ધ દુષપ્રેરણનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં સમાધાન કરવા માટે ભૂમિની માતા સહિતના લોકો સમાધાન માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા. આ રકમ ન આપો તો ફાંસીની સજા માટે તૈયાર રહો તેવી ધમકી આપતા હતા.

1 કરોડની માંગણી બાદ છેલ્લે રૂ.75 લાખ પર વાત પહોંચી હતી. પૈસા ચૂકવવા અને સમાધાન કરવા માટે અવારનવાર આવતા ફોનથી પરેશાન ઈશ્વરભાઈએ જીવનનો અંત આણ્યો હોવાનું લખ્યું હતું.

બનાવ અંગે મૃતક ઈશ્વરભાઈના નાના ભાઈ શંભુભાઈ હાલાભાઈ દેસાઈએ પ્રવીણભાઈ રણછોડભાઈ પંચાલ, કવિતાબેન રણછોડભાઈ પંચાલ બન્ને રહે,ગુંજન ફ્લેટ, શાહીબાગ, રમેશભાઈ પંચાલ અને ભુવાજી લક્ષ્મણ દેસાઈ રહે,સરોડા, ધોળકાનાઓ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *