રીક્ષા ડ્રાઈવરને અચાનક કરોડો રૂપિયાની લાગી બમ્બર લોટરી
કેરળમાં ઓટા રીક્ષા ડ્રાઇવરે ૨૫ કરોડ રૃપિયાની ઓનમ બમ્પર લોટરી જીતી છે. આ વ્યકિત ઓટો રીક્ષા ડ્રાઇવર છે અને શેફ તરીકે કાર્ય કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો.શ્રીવરાહમના રહેવાસી અનૂપે ગઇકાલ શનિવારે ટિકીટ ટીજે-૭૫૦૫૦૬ ખરીદી હતી.
રસપ્રદ વાત એ છે કે એક દિવસ પહેલા જ તેની ત્રણ લાખ રૃપિયાની લોન લેવાની અરજી મંજૂર થઇ હતી. અનૂપે જ એજન્સી પાસેથી લોટરી ખરીદી હતી ત્યાં હાજર મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે ટિકીટ ટીજે-૭૫૦૫૦૬ તેની પ્રથમ પસંદગી ન હતી.
તેમણે જણાવ્યું હતું કે તેણે જે પ્રથમ ટિકિટ ખરીદી હતી તે તેને પસંદ પડી ન હતી તેથી તેણે બીજી ટિકિટ ખરીદી હતી અને તેના પર વિજય મેળવ્યો હતો.
મલેશિયા પ્રવાસ અને લોન અંગે અનૂપે જણાવ્યું હતું કે આજે મને બેંકમાંથી લોન મંજૂર થઇ હોવાનો ફોન આવ્યો હતો જો કે તેણે જણાવી દીધું હતું કે હવે તેેણે લોનની જરૃર નથી અને હવે તે મલેશિયા પણ નહીં જાય.
તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા ૨૨ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો. અત્યાર સુધી તેણે ૧૦૦ રૃપિયાથી લઇને ૫૦૦૦ રૃપિયાની ટીકિટ ખરીદી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને જીતવાની આશા ન હોવાથી હું ટીવી પર લોટરીના પરિણામ જોતો ન હતો.
જો કે જ્યારે મે મારો ફોન જોયો તો ખબર પડી કે હું લોટરી જીતી ગયો છે. મને વિશ્વાસ ન થયો તો મેં મારા પત્નીની ટિકિટ બતાવી. તેણે ટીકિટનો નંબર બરાબર ચેક કરીને જણાવ્યું કે આપણે લોટરી જીતી ગયા છીએ.
અનૂપે જણાવ્યું કે ત્યારબાદ પણ મને વિશ્વાસ ન થયો તો મેં લોટરી વેચનારા મહિલાનો સંપર્ક સાધ્યો અને તેમને લોટરીનો ફોટો મોકલ્યો. મહિલાએ પણ જણાવ્યું કે તમે લોટરી જીતી ગયા છો. ટેક્સની રકમ કાપવામાં આવ્યા પછી અનૂપના હાથમાં ૧૫ કરોડ રૃપિયા આવશે.