રેમો ડિસુઝાની પત્ની લિઝેલે 2 વર્ષમાં ઘટાડ્યું 40 કિલો વજન
બોલીવડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડીસુઝાની પત્ની લિઝેલ ડિસુઝાએ લોકો માટે પ્રેરણારૂપ છે જે લોકો ખૂબ જ હેલ્ધી અને સ્થૂળતાથી પરેશાન છે. આજે લિઝેલ કોઈ મોડલ કરતા ઓછી નથી લાગતી. એક સમય હતો જ્યારે તે ખૂબ જ હેલ્થી હતી પરંતુ પછી તેમણે પોતાને ફિટનેસ પ્રત્યે જાગરૂક કરી અને ખૂબ જ મહેનત કરી.
આજે લિઝેલને જોઈને કોઈ કહી ન શકે કે, આ એ જ લિઝેલ છે જે થોડા વર્ષો પહેલા ખૂબ જ મોટી નજર આવતી હતી. તે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર રોજબરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે.
લિઝલ જ્યારે હેલ્ધી હતી ત્યારે પણ તેની તસવીરો સોશિયલાઈઝ કરતી હતી અને આજે જ્યારે તે ફિટ છે ત્યારે પણ તે ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. લિઝેલ પોતાની તસવીરો શેર કરવામાં ક્યારેય ખચકાતી નથી. એકવાર તેણે તેની આ સફર વિશે પોસ્ટ પણ કરી હતી.
એક સમય હતો જ્યારે લિઝેલનો વજન 105 કિલો હતો અને હવે માત્ર 2 વર્ષ સખત મહેનત કરીને પોતાનો 40 કિલો વજન ઘટાડ્યો છે. તેણે જ્યાર બિફોર અને આફ્ટર લુક ઈન્સ્ટા પર શેર કર્યું હતું ત્યારે પણ લોકો હેરાન રહી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વજન ઘટાડવા માટે ફિઝિકલ ચેલેન્જ કરતા મેન્ટલ ચેલેન્જ વધુ હોય છે.
તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યુ હતું કે, વજન ધીમે-ધીમે ઘટાડવો જોઈએ. તેણે વજન ઘટાડવા માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લીધો હતો. તેને અનેક સેલેબ્સ પણ ફોલો કરી ચૂક્યા છે. તેમાં ફેમશ કોમેડિયન ભારતી સિંહનું નામ પણ સામેલ છે.
હવે ફરી એક વખત લિઝેલની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ તસવીરોને જોઈને યૂઝર્સ ખૂબ જ હેરાન છે. લિઝેલનું આવું ટ્રાન્સફોર્મેશન જોઈને કોઈ પણ ચોંકી જાય છે. તે હવે પહેલા કરતા ખૂબ જ સુંદર થઈ ગઈ છે. તેમાં કોઈ શંકા નથી કે, લિઝોલને આવો લુક લેવામાં ખૂબ જ મહેનત કરવી પડી છે.
રેમો પણ ઈન્સ્ટા પર પોતાની પત્નીના વખાણ કરી ચૂક્યા છે. એક વખત તેમણે પોતાની પત્નીની સાથે બિફોર અને આફ્ટર વાળી તસવીર શેર કરીને કહ્યું હતું કે, અહીં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તેમણે કહ્યું કે, તેમને લિઝેલ પર ગર્વ છે. અને તેમને તેમની પત્ની દ્વારા પ્રેરણા મળે છે.