રંગીન મિજાજના પતિની કરતૂતોનો થયો પર્દાફાશ તો પત્નિના થયા આવા હાલ
વડોદરાઃ રંગીન મિજાજના પતિના કરતૂતો મોબાઇલમાં કેદ કરનાર પત્ની પર પતિ અને સાસરીયાએ અમાનુષી અત્યાચાર ગુજારી પંખે લટકાવી દેવાની ધમકી આપતાં આખરે પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાની પરિણીતાએ કહ્યું છે કે,મારા લગ્ન પંચમહાલ જિલ્લાના હેમંત સાથે થયા હતા.શરૃઆતમાં સારી રીતે સંસાર ચાલ્યો હતો.પરંતુ ત્યારબાદ મારા પર કોઇને કોઇ કારણસર ત્રાસ વર્તાવવામાં આવતો હતો.મેં દવા કરાવી હોવા છતાં સંતાન નહિં થતાં પતિ અને સાસરીયાં મને વારંવાર હેરાન કરી અપશબ્દો બોલતા હતા અને માર મારતા હતા.
પરિણીતાએ કહ્યું છે કે, મારા પતિ એક કરતાં વધુ યુવતીઓ સાથે આડાસબંધ ધરાવે છે.મેં મારા મોબાઇલમાં તેના કરતૂતો લઇ લીધા હતા.પરંતુ તેમણે મારા મોબાઇલમાં ફોરમેટ મરાવી દીધું હતું.
પતિ અને સાસરીયા રૃ.૧૦ લાખ લાવવા માટે અત્યાચાર ગુજારતા હતા.તેમણે મને માર મારતાં સારવાર પણ લેવી પડી હતી.આ ઉપરાંત તેમણે મારા પિતાને પણ કહ્યુ હતું કે,અમારે બીજા લગ્ન કરાવવા છે તો તમારી પુત્રીને લઇ જાવ.નહિંતર પંખે લટકાવી દઇશું.મહિલા પોલીસે આ ફરિયાદને આધારે પતિ અને સાસરીયાં સામે ગુનો નોંધ્યો છે.