સુર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લગ્નના બંધને બંધાયા

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. જેસલમેરના સુર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ-કિયારાએ મિત્રો અને નજીકના સંબંધીઓની ઉપસ્થિતિમાં 7 ફેરા લીધા છે. દરમિયાન સિદ્ધાર્થ અને કિયારાએ બંને કપલે તેમના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખાયું હતું કે, ‘અમે અમારી આગળની સફરમાં તમારા આશીર્વાદ અને પ્રેમની માંગ કરીએ છીએ.’

સિદ્ધાર્થ અને કિયારાએ સિલ્વર કલરનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો. સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો હતે. 30 વર્ષની કિયારા અડવાણી અને સિદ્ધાર્થની વેન્ડિંગ ડ્રેસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. કિયારા લેંઘામાં ખુબ જ ખુબસુરત લાગી રહી છે, તો સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો છે. અહેવાલોનું માનીએ તો મનીષ મલ્હોત્રાએ કિયારા-સિદ્ધાર્થના પરિવારોના સભ્યોના પણ ડ્રેસ તૈયાર કર્યા હતા.

લગ્નમાં પરિવાર ઉપરાંત બોલિવૂડના સેલેબસ પણ પહોંચ્યા હતા, જેઓ હવે રિસેપ્શનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલોનું માનીએ તો ડાયરેક્ટર શકુન બત્રા, પૂજા શેટ્ટી, આરટી શેટ્ટી, સોનાક્ષી સિન્હા સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ સૂર્યગઢ પેલેસે પહોંચ્યા હતા. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શન યોજાશે. ત્યારબાદ મુંબઈમાં 12મી ફેબ્રુઆરીએ બોલિવૂડના મિત્રો સાથે શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. મળતા અહેવાલો મુજબ લગ્ન સમારંભમાં ભોજન દરમિયાન મહેમાનોને દેશી ભોજન પીરસાયું હતું.

લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં.

ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.

સાત ફેબ્રુઆરીએ સૌ પહેલાં બપોરના એક વાગ્યે સિદ્ધાર્થ-કિઆરાની હલ્દીની વિધિ થઈ હતી. વરરાજા-દુલ્હનને પરિવાર ને મિત્રો પીઠી ચોળી હતી. ત્યાર બાદ હોટલના કોર્ટયાર્ડમાં વરમાળાની વિધિ યોજાઈ હતી. લગ્ન માટે સ્પેશિયલ કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો.. દિલ્હીથી જીયા બૅન્ડ જાન માટે જેસલમેર આવ્યું હતું. વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા સફેદ ઘોડી પર બેસીને કિઆરાને પરણવા આવ્યો હતો. આ ઘોડીનું નામ રાજન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *