રાહુલ ગાંધી સાથે સફેદ ડ્રેસમાં ફોટો પડાવનાર આ મહિલા કોણ છે? જાણો
કોંગ્રેસની ડૂબતી નૈયાને તારવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરુ કરી છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું અંતર 150 દિવસમાં પાર કરીને એકતાનો સંદેશો આપશે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દરરોજ અનેક લોકોને મળી રહયા છે.
આ ભારત જોડોયાત્રા કેરલના તિરુઅનંતપુરમના પલાયમ આવી હતી. એ સમયે રાહુલ ગાંધીએ એક મહિલા સાથે ફોટો પડાવ્યો. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા આ મહિલા કોણ છે એ જાણવા માટે લોકો ઉત્સૂક બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલાનું નામ પધ્મીની થોમસ છે. સ્પોર્ટસ સાથે સંકળાયેલી આ મહિલાએ 1982માં નવી દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. પધ્મીનીએ 4 બાય 100 મીટરની રિલે રેસમાં સિલ્વર અને 400 મીટર રેસમાં બ્રોન્ડ મેડલ જીત્યો હતો.
આ મહિલા ખેલાડીને અર્જુન એવોર્ડ પણ મળ્યો છે. તે ઘણા સમયથી કેરલની સ્પોર્ટસ કાઉન્સિલ સાથે સંકળાયેલી છે. પધ્મીનીએ ભારતીય એથલેટ જોન સેલ્વન સાથે લગ્ન કર્યા હતા. 2020માં એક દુર્ધટનામાં પતિનું મુત્યુ થયું હતું. પધ્મીનીને બે સંતાનો છે તે પણ સ્પોર્ટસ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.