GUJARAT

પ્રમુખસ્વામી મહારાજનગર જન્મ શતાબ્દીના વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની છેલ્લાં પાંચ વર્ષની ઉજવણીના ભાગરૃપે છેલ્લી ભવ્ય ઉજવણી ઓગણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કરવામાં આવી હતી. સતત એક વર્ષની રાત દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમા એક મહિના સુધી 60 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

ત્યારે આજથી હવે પ્રમુખસ્વામી મહારાજ નગરના વિસર્જનની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રમથ પેવર બ્લોક હટાવવાની શરૃઆત કરવામાં આવી છે. જે માટે 10 હજારથી વધુ સ્વંયસેવકો કાર્યરત રહેશે. આ કામગીરીની શરૂઆત પેવર બ્લોક હટાવવાથી કરવામાં આવી છે. ત્યારબાદ વિવિધ પ્રદર્શનને આયોજનબધ રીતે હટાવવામાં આવશે. 

જ્યારે ગ્લો ગાર્ડનના ફુલ અને કૃતિઓને ગાંધીનગર અક્ષરધામ ખાતે લઇ જવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું. ગ્લો ગાર્ડન નગરમાં મુખ્ય આકર્ષણ પૈકીનું સૌથી મહત્વનું આકર્ષણ હતું જેને તૈયાર કરવા માટે સ્વયંસેવકોએ વિશેષ તૈયારીઓ કરી હતી. 

આ રીતે પ્રમુખસ્વામી મહારાજની હાથની મુદ્રાઓને દર્શાવતા વાંસની કલાકૃતિઓને પણ ગુજરાતના વિવિધ મંદિરોમાં સ્થાપિત કરાશે. 

આ રીતે અન્ય સ્થાળાંતરિત થઇ શકે તેવી તમામ વસ્તુઓ અને કૃતિઓનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં 600 એકરમાં તૈયાર કરાયેલા નગરમાં ઉજવાયેલો મહોત્સવ ભારતનો સૌથી મોટો મહોત્સવ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *