અમદાવાદના આંગણે 600 એકરમાં તૈયાર થયું આખું ‘પ્રમુખસ્વામીનગર’
પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામીનગરની મોટાભાગની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઇ છે. ત્યારે ૧૪મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંહત સ્વામીના હસ્તે પ્રમુખસ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકવામાં આવશે. જેના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી આવશે.
૬૦૦ એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશદ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે સાથે આ આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે.
પ્રમુખસ્વામીનગરની માહિતી આપતા બીએપીએસના અક્ષરવત્સલ સ્વામી અને બ્રહ્યવિહગારી સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામીનગરની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ૬૦૦ એકરની જમીન પર તૈયાર થયેલી નગર માટે ૨૫૦ કરતા બિલ્ડરો અને ખેડૂતોએ નિસ્વાર્થ સહયોગથી જમીન આપી હતી. જે બાદ સતત દોઢ વર્ષની મહેનત બાદ આ નગર તૈયાર થયું છે.
હવે આગામી ૧૪મી ડિસેમ્બરે સાંજના પાંચ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. જે બાદ બીજા દિવસે પ્રજામાં ખુલ્લુ મુકાશે. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, અને વિદેશમંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહેશે.
પ્રમુખસ્વામીનગરની વિશેષતાઓમાં અનેક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સાત ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરાયા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વારને સતંદ્વાર નામ અપાયું છે. જેમાં ભારત ૨૮ જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઊંચી મૂર્તિઓ મુકવામાં આવી છે. મુખ્યપ્રવેશ દ્વાર સામે પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફુટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા ૧૫ ફુટ ઊંચાઇ ધરાતી પીઠિકા પર મુકવામાં આવી છે. તો તેની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યાન દર્શાવવામાં આવી છે.
જ્યારે બાળકો માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે નગરીનું સંચાલન ૪૫૦૦થી વધુ બાળકો દ્વારા સંચાલિત કરાશે.