સુરતમાં ટેક્સટાઇલ વેપારીના બે કપલ બોક્સમાં પોલીસના દરોડા
મોરાભાગળ-દાંડી રોડના બ્લ્યુ એમીન્સ એપાર્ટમેન્ટમાં નાસ્તાની દુકાનની આડમાં ચાલતા ફ્રુટ બસેરા નામના કપલ બોક્સ ઉપરાંત વેસુમાં ટેક્સટાઇલ વેપારી દ્વારા ચલાવવામાં આવતા કેસ્ટલ કાફે અને યોર પ્લેસ કેફે નામના કપલ બોક્સમાં પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જહાંગીરપુરા પોલીસે બાતમીના આધારે દાંડી રોડ સ્થિત સંગીની રેસીડન્સીની બાજુમાં બ્લ્યુ એમીન્સ એપાર્ટમેન્ટમાં ફ્રુટ બસેરા નામની દુકાનમાં પાડયા હતા. જયાંથી ચા-નાસ્તાની દુકાનની આડમાં ગેરકાયદે ધમધમતું કપલ બોક્સ ઝડપી પાડયું હતું. કપલ બોક્સમાં સીસીટીવી કેમેરા લગાવ્યા નહીં હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે કેશીયર અનિલ દિલીપ લોદી (ઉ.વ. 23) અને મેનેજર મોન્ટુ સ્વામી રાવ (ઉ.વ. 35 બંને રહે. સુડા આવાસ, ગૌરવ પથ, પાલ રોડ) ની ધરપકડ કરી હતી.
ચા-નાસ્તાની આડમાં કપલ બોક્સ ચલાવનાર ભાવેશ ગમાર દેસાઇ (રહે. ડભોલી) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.જયારે વેસુ પોલીસે સીગ્નાઇટ શોપર્સમાં આવેલા કેસ્ટલ કેફે કપલ બોક્સમાં દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર મુકેશ બીલાંબર જૈના (ઉ.વ. 19 રહે. રામભાઇની રૂમમાં, આઇજી ડેવીલ સ્કૂલ નજીક, પાંડેસરા) અને કપલ બોક્સના માલિક એવા ટેક્સટાઇલ વેપારી જનક છગન કાતરીયા (ઉ.વ. 31 રહે. હરીધામ સોસાયટી, અર્ચના સ્કૂલ નજીક, પુણા) ની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત પોલીસે ટેક્સટાઇલ વેપારી જનક કાતરીયાના વેસુ વીઆઇપી રોડના એટલાન્ટીસ સ્કેવરના પહેલા માળે યોર પ્લેસ કેફે નામના કપલ બોક્સમાં પણ દરોડા પાડયા હતા. જયાંથી મેનેજર આશિષ નિલાંચલ પંડા (ઉ.વ. 18 રહે. પંચવટી સોસાયટી, પિયુષ પોઇન્ટ, પાંડેસરા) ને ઝડપી પાડી જનકને વોન્ટેડ જાહેર કર્યો હતો.