ખુદ પતિએ જ પત્નીને દેહ વ્યાપારમાં ધકેલી દીધી પછી જે થયું એ નવાઈ લાગશે
મુંબઇ: પત્નીને દેહવેપારમાં ધકેલનાર પતિ સહિત પોલીસે બે જણની ધરપકડ કરી હતી. આ ઘટના થાણેના ભાયંદરમાં બની હતી. ભાયંદરમાં ચાલતા એક સેક્સ રેકેટની જાણ પોલીસને થયા બાદ પોલીસે શુક્રવારે આ સ્થળે છાપો મારી બે મહિલાનો છૂટકારો કર્યો હતો. આ બાબતની પોલીસ તપાસમાં આ ચોંકાવનારી વાત બહાર આવી હતી. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો.
આ બાબતે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મીરા-ભાયંદરમાં ચાલતા એક સેક્સ રેકેટ બાબતની જાણકારી તેમને મળી હતી. આ રેકેટ ચલાવનાર વ્યક્તિ ગ્રાહક દીઠ ૧૦ હજાર રૂપિયા વસુલતો હતો.
પોલીસે ત્યાર બાદ શુક્રવારે ત્યાં આ દેહવેપાર ચાલતો હતો તે લોજમાં એક બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે લોજ પર છાપો મારી બે જણની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં બે પીડિત મહિલાનો પણ છૂટકારો કર્યો હતો.
દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સેક્સ રેકેટ ચલાવનાર વ્યક્તિએ તેમની પત્નીને પણ દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી અને તેના પાસે આ અનૈતિક કૃત્ય કરાવતો હતો. પોલીસે પીડિત પત્ની સહિત બન્ને મહિલાને સુધારગૃહમાં મોકલી આપી હતી.
આ સંદર્ભે પોલીસે પીટા કાયદા અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.