પતિ ગર્લફ્રેન્ડ સાથે મોજ કરતો હતો અને પત્નિ આવી પછી તો………….

નર્મદા તાલુકાના એક ગામમાં રહેતા વેપારી ૧૪ દિવસ પહેલા સવારે વડોદરામાં રહેતી ગર્લફ્રેન્ડના ઘરે આવ્યા હતા. વેપારીની પત્ની,પુત્રી અને બનેવી સહિત અન્ય એક શખ્સ પીછો કરતા ગર્લફ્રેન્ડના ઘર સુધી પહોંચી ગયા હતા અને વેપારીની નજરની સામે જ તેની ગર્લફ્રેન્ડની જાહેરમાં ધુલાઇ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શહેરના આજવા રોડ પર રહેતી ૨૩ વર્ષની યુવતી મુંબઇમાં આઇ.ટી.નો અભ્યાસ કરે છે.નર્મદા તાલુકાના એક ગામમાં રહેતા વેપારી તેના મિત્ર હતા.તેઓ અવાર – નવાર મળતા પણ હતા.આ સંબંધો અંગે વેપારીના પરિવારને શંકા થઇ હતી.અને તેઓ પણ સતત વોચ રાખતા હતા.ગત તા.૨૬મી ઓક્ટોબરે સવારે દશ વાગ્યે વેપારી ગર્લફ્રેન્ડના ઘરે આવી ગયા હતા.આ તરફ વેપારીની પત્ની, પુત્રી અને બનેવી પણ પીછો કરતા કરતા ગર્લફ્રેન્ડના ફ્લેટ સુધી પહોંચી ગયા હતા.

ફ્લેટમાંથી બહાર નીકળતાની સાથે જ વેપારીને ગર્લફ્રેન્ડ સાથે પરિવારે ગેટ પાસે જ ઝડપી લીધા હતા.અને ગેટ પાસે જ મારામારી શરૃ થઇ ગઇ હતી.વેપારીની પત્ની અને પુત્રીએ ગર્લફ્રેન્ડના વાળ પકડીને ગાળો બોલી માર માર્યો હતો.બનેવી અને તેની સાથે આવેલા શખ્સે ગર્લફ્રેન્ડને લાતો મારી હતી.

આ મારામારીના પગલે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.ટોળા પૈકી એક વ્યક્તિએ એમ્બ્યુલન્સને કોલ કરતા ઇજાગ્રસ્ત ગર્લફ્રેન્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

વડોદરા,આઇ.ટી.માં અભ્યાસ કરતી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, વેપારીની પુત્રીએ બળજબરીથી મારૃં પર્સ છીનવી લઇ તેમાંથી બે મોબાઇલ ફોન,રોકડા પચાસ હજાર, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય દસ્તાવેજો કાઢી લીધા હતા.બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.અર્જુનસિંહ ઝાલા એ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ,હજી કોઇ આરોપી મળી આવ્યા નથી.અને યુવતીના મોબાઇલ ફોન સહિતના દસ્તાવેજો પણ મળ્યા નથી.પોલીસનું કહેવું છે કે,યુવતી દિલ્હી ખાતે પરીક્ષા આપવા ગઇ છે.તે પરત આવ્યા પછી વધુ જાણકારી મળી શકશે કે, બંને વચ્ચે કેટલા સમયથી સંબંધ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *