કાલીન ભૈયા પંકજ ત્રિપાઠીની પ્રતિજ્ઞા – હવેથી સ્ક્રીન પર ગાળો નહીં બોલે
મુંબઇ : પંકજ ત્રિપાઠીએ હવેથી સ્ક્રીન પર જેમાં ગાળો આવતી હોય તેવા સંવાદો નહીં બોલવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત એ છે કે વર્ષોથી સ્ટ્રગલ કરતા પંકજ ત્રિપાઠીને ગાળાગાળીથી ભરપૂર મિર્ઝાપુર વેબ સિરીઝ પછી જ લોકપ્રિયતા મળી છે.
આ સિરીઝમાં તેનાં કાલીન ભૈયાના કેરેક્ટરના મુખે બેફામ અપશબ્દો મુકવામાં આવ્યા છે.
વેબ સિરીઝ એટલે ગાળો તથા અશ્લીલ દૃશ્યોની ભરમાર એવું સમીકરણ બની ચૂક્યું છે ત્યારે પંકજ ત્રિપાઠી પોતે આ પ્રતિજ્ઞાામાં કેટલો કાયમ રહી શકે છે તે જોવાનું છે.
જોકે, પંકજ ત્રિપાઠીએ સ્વીકાર્યું હતું કે કેટલીક વાર સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે કોઈ પાત્ર માટે ગાળો બોલવાનું સહજ અને સ્વાભાવિક બની જતું હોય છે. પરંતુ પોતે આવા સમયે સીધેસીધા અપશબ્દો ઉચ્ચારવાને બદલે એક કલાકારને છાજે તેવી સર્જનાત્મકતાથી તે પેશ ક રવાનો પ્રયાસ કરશે .
પંકજે અગાઉ પણ જણાવ્યું હતું કે કોઈ સિરીઝ કે ફિલ્મમાં ગાળો ધરાવતા સંવાદો અમસ્તા જ નથી હોતા પરંતુ તેનો એક ચોક્કસ સંદર્ભ હોય છે.