ઓવૈસીએ રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડી કહ્યું, ‘તું કોણ છે ? શું કોઈ જિનાત છે ?’

હૈદરાબાદ : અસદુદ્દીને કહ્યું હતુ કે : ‘કોંગ્રેસમાં પરિસ્થિતિ એવી છે કે, ૫૦ વર્ષનો કહે છે કે તેણે ઠંડીને મારી નાખી છે. તેણે પોતાને પણ મારી નાખ્યો છે.’ આ સાથે, રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતા ઓવૈસીએ કહ્યું હતું કે, ‘જો હું તેમ કહું તો લોકો માને કે, મને ફીટ્સ આવ્યા છે પરંતુ રાહુલ ગાંધી કહે છે કે, મેં ઠંડીને મારી નાખી છે મને પણ મારી નાખ્યો છે. તો પ્રશ્ન છે કે, શું તે કોઈ જિનાત (પ્રેત) છે ?’

થોડા દિવસ પૂર્વે જ રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, ભારત જોડો યાત્રાને લીધે તમારી પ્રતિભામાં તમને કોઈ ફેરફાર લાગે છે ? ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી તો તમારા મનમાં રહેલો છે, મેં તો તેને ઘણા સમય પૂર્વે મારી નાખ્યો છે. તમો જેને અત્યારે જુઓ છો તે રાહુલ ગાંધી નથી. તમો (હવે) તેને જોઈ શકશો.’ આ સંદર્ભે ઓવૈસીએ કહ્યું કે, જો તમે હિન્દુ ધર્મ જાણતા હો તો તેનો અર્થ સમજી શકો છો.

હૈદરાબાદમાં આવેલા એક પ્રવચનમાં ઓવૈસીએ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતના તે કથન કે, ‘મુસ્લિમોએ તેમની ઘમંડી સર્વોપરિતા ત્યાગવી જોઈએ.’ તેની ઉપર આક્રમણ કરતાં ઓવૈસીએ કહ્યું હતું, ‘હું મુસ્લિમ હોવાનો ગર્વ અનુભવું છું. તેની ૧૩૦૦ વર્ષની ભવ્ય પરંપરા મને વારસામાં મળી છે. હું તે વારસાનો નાનો એવો અંશ પણ ગુમાવવા માંગતો નથી તેનું રક્ષણ કરવાની મારી ફરજ છે.’ તેમ પણ તેણે અંગ્રેજીમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ સાથે તેણે કહ્યું હતું કે, ‘એક ભારતીય હોવાનો પણ મને ગર્વ છે. હું તે અવિભાજ્ય એકતાનો જ ભાગ છંક જે ભારતીય રાષ્ટ્રીયતા કહેવાય છે.’ આરએસએસ ઉપર પ્રહારો કરતા વધુમાં કહ્યું હતું કે, ભારતે ૭૫ વર્ષ પહેલાં આઝાદી પ્રાપ્ત કરી તેમાં આર.એસ.એસ.ની કોઈ ભૂમિકા જ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *