GUJARAT

ટ્રક પાછળ કાર ઘુસી જતા બાળકી સહિત એક જ પરિવારના ચારના મોત

નખત્રાણા તાલુકાના ધાવડા – દેવપર માર્ગ પર સોમવારે મદ્યરાત્રે રસ્તામાં બંધ પડેલી ટ્રકમાં પાછળથી કાર ઘુસી જતા નખત્રાણાના ગોસ્વામી પરીવારનો માળો વિખાઈ ગયો હતો. બિમાર બાળકીની દવા લેવા માટે ગોસ્વામી પરિવાર નખત્રાણાથી માંડવી જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા એક જ પરિવારના બાળકી સહિત ચાર લોકોના મોત નિપજયા હતા. બંધ હાલતમાં ઉભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી ટ્રકના પાછળના ભાગે કાર ઘુસી ગઈ હતી જેમાં કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.

રાત્રે બાર વાગ્યાના અરસામાં નખત્રાણાનો ગોસ્વામી પરીવાર બાળકીને ખેંચ ઉપડતા સારવાર માટે માંડવી જઈ રહ્યો હતો, દરમિયાન ધાવડા-દેવપર માર્ગ બંધ ઉભેલી ટ્રકમાં કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો આગળનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉ.વ. ૫૩), સંગીતાબેન ચેતનભારથી ગોસ્વામી (ઉ.વ. ૨૫), પરેશભારથી બચુભારથી ગોસ્વામી (ઉ.વ. ૫૦) અને મનભારથી ચેતનભારથી ગોસ્વામી (ઉ.વ. ૩) (રહે. નખત્રાણા)વાળાએ દમ તોડી દીધો હતો.

જયારે જેની દવા લેવા જઈ રહ્યા હતા, તે માસુમ બાળકી અને પિતા ચેતન ગોસ્વામીને ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે બાર વાગ્યાના અરસામાં અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ થયો હતો અને ટ્રકની અંદર ઘુસી ગયેલી કારમાં ગંભીર ઈજા પામેલા મુસાફરોને રાહદારીઓ ખેંચીને મૃતદેહ બહાર કાઢયા હતા.

નખત્રાણા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.એક જ પરીવારના ચાર સભ્યોના મોતથી ગોસ્વામી પરીવારનો માળો વિખાઈ ગયો હતો .આજે પરિવારની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

0 thoughts on “ટ્રક પાછળ કાર ઘુસી જતા બાળકી સહિત એક જ પરિવારના ચારના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *