અમદાવાદની SMS હોસ્પિટલ નર્સનો આપઘાત, સુસાઈડ નોટમાં થયો મોટો ધડાકો
અમદાવાદની એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો ચોથા દિવસે એસએમએસ હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે મૃતક જીમીએ આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં જીમીએ લખ્યું હતું કે, મારો જ વાંક છે કે મેં આટલો વિશ્વાસ કરીયો. જયેશ સાથે શું નતુ મારું, મારી સાથે વાત પણ નથી કરતો, મને છોડી દીધી. બસ આવા ધોકેબાજ લોકો સાથે મારે નથી જીવવું.
જીમીએ લખેલ સુસાઇડ નોટ
‘હું મારી ઈચ્છા પ્રમાણે આત્મહત્યા કરવા જઈ રહી છું, એની પાછળ મારો જ વાંક છે કે મેં આટલો વિશ્વાસ કરીયો. જયેશ સાથે શું નતુ મારું, મને વાત પણ નથી કરતો મને છોડી દીધી, વાત નઈ થતી, વાત કરવાની પોલીસ સ્ટેશનમાં નઈ થઈ બસ આવા ધોકેબાજ લોકો સાથે મારે નથી જીવવું. જ્યારે હરતો-ફરતો ત્યારે તેની માને પૂછીને આવતો અને મેરેજ માટે ના પાડે, એને ખબર હતી શું હતું મારું પાસ્ટ તો મને જ બ્લેમ કરે છે. તારે આટલું નહોતું કરવાનું, મને સ્પોર્ટ આપીને આ રીતે છોડીને ન જઈ શકે. જો પ્રેમ કરવાની હિંમત છે તો ઘરે વાત કરવાની અને મનાવવાની પણ હિંમત હોવી જોઈએ. મારા પરિવારને બહુ જ પ્રેમ કરું છું. હવે એમને હેરાન કરવાની મારામાં હિંમત નથી, હું આત્મહત્યા કરું છું. મારી લાઈફ છે, મારે શું કરવુ એ મારા પર છે.’
12 જાન્યુઆરીએ જીમી ઘરે પરત ફરી ન હતી
એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની 24 વર્ષની નર્સ ફરજ બજાવતી હતી. ગત 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી જીમી પરત આવી નહોતી. જેથી પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં જીમી ગુમ થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ત્રીજા દિવસે હોસ્પિટલના જ સાતમા માળેથી જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે એક સુસાઇડ નોટ પણ હતી. જેમાં તેણે પ્રેમીને દોષ દીધો હતો.
પરિવારજનો સાથે યુવકે વીડિયો વાઈરલ કર્યો
આ સાથે સોશિયલ મીડિયામાં જીમી પરમારનાં પરિજનો સાથેનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે, તારીખ 12ના રોજ જીમીબેન પરમાર નામની 24 વર્ષની યુવતી ખોવાઈ ગયેલ છે. આ બાબતની જાણ અમને એસએમએસ હોસ્પિટલે કરી છે. એસએમએસ હોસ્પિટલમાં તે સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો તથા અમે બધાં એસએમએસ હોસ્પિટલમાં આવ્યાં. અમને મળતાં એવું જણાવ્યું કે, આપની દીકરી છે તે છેલ્લા 2 કલાકથી ગાયબ છે. મળતી નથી, કોઈપણ સંપર્ક થતો નથી. એમને પૂછ્યું તો કે તમે શું તપાસ કરી. તો તેમણે અમને એવું જણાવ્યું કે, હોસ્પિટલની દરેક રૂમ, ટોઈલેટ, બાથરૂમ તથા રેસિડેન્સ ક્વાટર્સ છે સ્ટાફ નર્સના એ એકેએક બધાં અમે ચેક કરી નાખ્યાં છે. હોસ્પિટલનો દરેક ભાગ અમે ચેક કર્યો છે.
પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો
તેના સિવાય અમે પાંચ-છ કલાક બંને જગ્યાએ તપાસ કરી અને લાગતી-વળગતી જગ્યાએ દીકરી ન મળતાં ચાંદખેડા પોલીસ સ્ટેશને અમે રૂબરૂ મળવા ગયાં હતાં. બીજા દિવસે અમે ચોવીસ કલાક બાદ અરજી આપી. પરંતુ અરજી આપી તેના પછી પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અમે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા. પોલીસે કોઈપણ પગલાં ભર્યાં નથી. પોલીસે અમને જણાવ્યું કે અમે અન્ય બંદોબસ્તમાં બીઝી છીએ.
હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનો આક્ષેપ
ત્યારબાદ હોસ્પિટલનો વારંવાર સંપર્ક કર્યો હતો. પછી અમને જાણવા મળ્યું છે કે, જે હોસ્પિટલ છે ત્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા નથી. અમે હોસ્પિટલ પ્રસાશનને પૂછ્યું કે સીસીટીવી કેમેરા બતાવો તો તેમણે કહ્યું કે, ચાર દિવસથી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ છે. આ બિલ્ડિંગ છે એસએમએસ હોસ્પિટલમાં અમે ઊભા છીએ. ત્યાં સાતમા માળે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે. જો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય તો આને બીયુ પરમિશન આપી કોણે? રજાચિઠ્ઠી આપી કોણે? ખરેખર આ શંકાના દાયરામાં આવે છે. અમારો આક્ષેપ કે રિક્વેસ્ટ છે જનરલ પબ્લિકને કે હોસ્પિટલની ગંભીર બેદરકારી છે.
કારણ કે દીકરીએ હાલમાં સુસાઈડ કર્યો છે એમ અમને જાણવા મળ્યું છે. જો દીકરીએ 12 તારીખે સુસાઈડ કર્યો છે તો અમે અહીં આવ્યાં ત્યારે હોસ્પિટલના સ્ટાફે અમને એવું જણાવ્યું કે અહીંથી બે કલાક પહેલાં બહાર ગઈ છે. એવું હોસ્પિટલના સ્ટાફે કહ્યું છે તો એકેએક ટોઈલેટ-બાથરૂમ તપાસ્યું છે. જો હોસ્પિટલ આ શબ્દ ઉપયોગ ન કરતી તો અમે દીકરીને હોસ્પિટલમાં જ શોધતાં, એમની ગંભીર ભૂલના લીધે પરિવારજનો તેમની દીકરીને ગુમાવી ચૂક્યાં છે. પબ્લિક સાથે અમે જે મદદ બને તે માટે સંપર્ક કરીશું. આ રૂમ છે એક્ઝામિનેશન હોલ, તેમાં બધી એક્ઝામ લેવાય છે અને બીયુ પરમિશન પણ આપી છે. તો ખરેખર આ બાબતે જવાબદાર કોણ છે અમને સપોર્ટ કરવા વિનંતી.