મહિલા તલાટી લાંચ લેતાં ઝડપાઈ, કેવી રીતે લાંચ લીધી તે જાણી અધિકારીઓ પણ ચોંકી ગયા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નિતાબેન મોકમભાઇ પટેલ નરખડી ગામમાં આવેલ ખેતીની જમીનના એક મલિક દ્વારા પોતાની જમીનમાં ખેતીને લગતા બીયારણ, ખાતર વિગેરે સર-સામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી હતી. જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી.

જે કાર્યવાહી કરવા માટે મહિલા તલાટી નીતા પટેલે આ જમીન મલિક અને તેમના સાથી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર ખાતે હાજર મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું.

બીજીબાજુ જાગૃત નાગરિક અને જમીન મલિક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી સુરતનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપર વિઝનમાં પીઆઇ એ.કે.ચૌહાણ ફિલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરીયાદ આધારે 22સપ્ટેમ્બર 22ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

મહિલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલીયાએ મોબાઇલ ફોન પર રૂપિયાની લેવડ દેવડની વાત કરી હતી. જેમાં ફરિયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા 1,00,000 લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી મહેશ આહજોલીયાએ તેઓના ઓળખીતા બે વ્યક્તિઓ મારફતે લાંચની રકમ સ્વીકારેલ હતી.

લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન ACB સુરતની ટીમેં મહિલા તલાટી નીતા પટેલને નર્મદા જીલ્લા રાજપીપળા ખાતેથી તથા બીજા મહેશ આહજોલીયાને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યા હતાં. સરકારી બાબુઓમાં ફાફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *