GUJARAT

મહેલ જેવું આલીશાન ઘર છોડીને નવાઝુદ્દિન સિદ્દિકી હોટેલમાં રહેવા પહોંચ્યા

મુંબઈ : અભિનેતા નવાઝુદ્દિન સિદ્દિકી તેની માતા અને પત્ની વચ્ચેની કાનૂની તકરારથી ત્રાસીને હોટલમાં રહેવા જતો રહ્યો હોવાનું કહેવાય છે. જ્યાં સુધી આ બંને વચ્ચે કાનૂની બખેડામાં શાંતિ ન થાય ત્યાં સુધી તે ઘરે નહીં જાય એમ મનાય છે.

નવાઝની પત્ની આલિયાએ એવી ફરિયાદ નોંધાવી છે કે તેને તેના ઘરમાં બેડરુમમાં એન્ટ્રી મળતી નથી. તે હોલમાં જ રહે છે. તેને ખાવાપીવાનું પણ અપાતું નથી કે વોશરુમનો ઉપયોગ પણ કરવા દેવાતો નથી. તેના પર અનેક રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

બીજી તરફ નવાઝની માતા મહેરુન્નિસાએ આલિયા પર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશનો કેસ નોંધાવ્યો છે. મહેરુન્નિસાએ તો એવો આરોપ મૂક્ય છે કે આલિયા નવાઝની પત્ની છે જ નહીં. આલિયાની ફરિયાદના સંદર્ભમાં અંધેરીની અદાલતે નવાઝને નોટિસ પણ ફટકારી છે. આલિયાના વકીલની દલીલ છે કે તે નવાઝની કાયદેસરની પરણિતા છે અને તેથી તે પોતાના પતિના ઘરે જાય એને ટ્રેસપાસિંગ કહી શકાય નહીં.

નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરૂન્નિસા અને તેમની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ આલિયા સામે ઘરમાં જબરદસ્તી ઘુસવાની ફરિયાદ નોંધાવી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ આરોપ મુક્યો છે કે, આલિયા હવે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની નથી. આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ મુક્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીના પત્ની આલિયાનું નામ અંજના આનંદ કિશોર પાંડે છે. ફિલ્મમાં કામ કરવા દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. અંજનાએ ધર્મ પરિવર્તન કરીને નવાઝ સાથે લગ્ન કર્યા છે. 10 વર્ષના લગ્નજીવનમાં આ દંપતી બે બાળકોના માતા પિતા બન્યા હતા. થોડા વર્ષ પહેલા બંનેએ છૂટાછેડા લીધા હતા. હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા વચ્ચે ઘરકંકાશ થવાની બાબત સામે આવી છે.

મુંબઇ : બોલીવૂડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ એક નવા વિવાદ હેઠળ ફરિયાદ કર્યા બાદ મુંબઇની એક કોર્ટે નવાઝુદ્દીનને નોટીસ મોકલી હતી. નવાઝની માતા મેહરુન્નિસાએ આલિયા સામે કથિત અત્યાચાર ગુજારવાની ફરિયાદ સાથે એવો દાવો પણ કર્યો હતો કે આલિયા, નવાઝની પત્ની નથી.

મેહરુન્નિસાએ આ બાબતે પોલીસમાં એફઆઇઆર પણ નોંધાવી હતી. બીજી તરફ આલિયાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેનું નિવેદન નોંધાવ્યું હતું અને કાનૂની રસ્તો અપનાવતા એવો આરોપ કર્યો હતો કે નવાઝ અને તેના પરિવારજનોએ તેને ભોજન, પ્રાથમિક સુવિધા અને બાથરુમ જેવી પાયાભૂત સુવિધાનો ઉપયોગ પણ કરવા દીધો નહોતો.

પોતાના વકીલ રિઝવાન સિદ્દીકી દ્વારા આલિયાએ મેહરુન્નિસાની ફરિયાદ સામે વળતી ફરિયાદ આઇપીસીની કલમ ૪૯૮એ અને ૫૦૯ હેઠળ દાખલ કરી હતી. ત્યાર બાદ મુંબઇની અંધેરી કોર્ટે એક્ટરને તેની પત્નીએ કરેલ ફરિયાદને આધારે નોટીસ ફટકારી હતી.

આ સંદર્ભે આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ માધ્યમોને જણાવ્યું હતું કે આલિયાને તેની સાસુ સામે આ પ્રકારની ફરિયાદ એટલા માટે કરવી પડી હતી કારણ કે તેની સાથે ઘણા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. વકીલે આરોપ કર્યો હતો કે આલીયા પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હવે તો બોડીગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ બોડીગાર્ડ આલિયાને ઘરના અમૂક રુમમાં આવેલ બાથરુમમાં જતા પણ રોકી રહ્યા હતા. આ એક ઘરેલુ અત્યાચારનો મામલો છે. કારણકે તેને ભોજન ન આપવાની સાથે તેનું માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ એક વીડિયો પ્રસારિત કરી તેની સાથે કઇ રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *