ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટીવ મહિલાની સ્ટેશન બહાર ગળુ ચીરીને હત્યા
નવી મુંબઈમાં પનવેલ રેલવે સ્ટેશન બહાર ૨૯ વર્ષીય મહિલાની ચાકૂથી ગળુ ચીરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે કેસ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પનવેલ રેલવે સ્ટેશનની બહાર રાતે ૧૦ વાગ્યે પ્રિયંકા રાવતનું ગળુ ચીરીને આરોપી નાસી ગયો હતો. એક રાહદારીએ મહિલાને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પીડિતા પ્રિયંકાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ મામલે ખંડેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીરહી છે.
આરોપીને ઓળખવા ટેકનિકલ ઈનપુટ્સનો ઉપયોગ કરી રહી છે. મૃતકના સંબંધી પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી.