ભારતના આ શહેરમાં આવેલું છે મોદી ગણપતિ મંદિર, કેવી રીતે પડ્યું આ નામ?

પૂણેમાં નારાયણ પેઠમાં આવેલા મોદી ગણપતિ નામના મંદિરમાં ગણેશોત્સવ ઉજવાય છે. આ મોદી મંદિર બોમ્બલ્યા ગણપતિ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની નજીકમાં આવેલા ગાર્ડનનું નામ ખુશરુ શેઠ મોદી છે. આ બગીચામાંથી ભગવાન ગણેશની મુર્તિ જડી આવી હતી. આથી આ મંદિરને મોદી ગણપતિ મંદિર કહેવામાં આવે છે.

આ મંદિર ૧૯ મી સદીની શરુઆતમાં (ઇસ ૧૮૧૧)માં રત્નાગીરી કોકણસ્થ બ્રહ્માણ નામે ભાટ દ્વારા બાંધવામાં આવ્યું હતુ. તેમણે મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ ગણપતિની સ્થાપના કરી હતી.મંદિરનો સભામંડપ પછીથી ઇસ ૧૮૬૮માં બાંધવામાં આવ્યો હતો. આ મંદિરનું શિખર દેવાલી શૈલીમાં જે વર્ગીકૃત નગારા શૈલીમાં આવે છે.જેમાં અર્ધ વર્તુળાકાર બારીઓના આકારમાં હરોળમાં બનાવવામાં આવેલ છે.

આ મંદિરની ફરતે ઇંટોની દિવાલવાળું બાંધકામ અને મંદિરના ગર્ભગૃહ અને સભામંડપની રચના ધરાવે છે.આ મંદિરનો સભામંડપ તત્કાલિન પેશ્વાઓના સમયના લાકડાના કોતરકામ અને છત ધરાવે છે. જે પુનાના કસ્બાપેઢ ગણપતિના મંદિરને આબેહૂબ મળતું આવે છે.

આ મંદિર લંબચોરસ ખંડ જોવો આકાર ધરાવે છે. સભા મંડપની બાજુમાં આવેલા ઓરડાઓ રહેઠાણ અને વહિવટી કામો માટે વપરાય છે.સભા મંડપની દિવાલોને ભગવાન શ્રી ગણેશના ચિત્રોથી સજાવવામાં આવેલી છે.

ભગવાન ગણેશની મુર્તિ પિતળના બનાવેલા દેવઘરમાં બેસાડવામાં આવેલ છે. સભામંડપનું છાપરું કોંકણ પ્રદેશમાં આવેલા મકાનોની લાક્ષણિકતા ધરાવે છે. આ અચૂક જોવા જેવું છે જે પ્રાચીન વારસાગત મૂલ્ય ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *