મિયા ખલીફાએ ખરીદી લાખો રૂપિયાની વાઈન, કિંમત જાણીને ચોંકી જશો
પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી મિયા ખલીફા હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો પોસ્ટ કરતી હોય છે. આ સાથે જ તે દેશમાં દેશજ-વિદેશમાં થતા રાજકીય અને સામાજિક મુદ્દાઓ વિશે પણ વાત કરતી હોય છે. મિયા ખલીફાએ વાઈનની મજા માણતી વખતે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે તેમણે એક ખાસ વાત જણાવી છે.
લેબનોનમાં જન્મેલી મિયા ખલીફાને પોતાના વતનથી ખૂબ જ પ્રેમ છે. આવામાં હવે તેણે લેબનોનની વાઈનની મજા માણતી વખતનો ફોટો શેર કર્યો છે. આ વાઈનની કિંમત 3000 ડોલર એટલે કે લગભગ 2,37,469 રૂપિયા છે. આખરે તેણે આટલી મોંઘી વાઈન કેમ ખરીદી? આ વિશે તેમણે પોતે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે.
વાઈનની બોટલ સાથે બેઠેલી મિયા ખલીફા ખુશ જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા મિત્રોએ વિચાર્યું કે હું પાગલ છું કારણ કે હું ભાગ્યે જ પીતી હોવા છતાં મેં 3000 ડોલરની વાઈન ખરીદી છે. મારા માટે તે વાઈન કરતા પણ વધુ છે. મારા માટે તે લેબનોનની સારા સમયના ઈતિહાસનો એક ટૂકડો છે.
સિવિલ વોર પહેલા, બેરૂતમાં વિસ્ફોટો પહેલા, આર્થિક વિનાશ પહેલા, હવાઈ હુમલા પહેલા, હ્રદયની પીડા અને ભારે ઈમિગ્રેશન પહેલા, ભૌગોલિક-રાજકીય અને સામાજિક-આર્થિક તણાવ પહેલા, ગુડબાય અને ‘કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરજો અને દાન કરો’ પહેલા. અમારામાંથી ઘણા લોકોના જન્મ પહેલા લેબનોન હતું જે લોકો ક્યારેય જાણી નહી શકે.’
‘આ વાઈનનો સ્વાદ લેવો સુંદર હતો. તેનો રંગ ઘાટો અને ખાટી થઈ ગયો છે. બિલકુલ તે દેશની જેમ જ્યાં ઉગેલી દ્રાક્ષમાંથી તેને બનાવવામાં આવી છે. તેના પછીના સ્વાદે મને હચમચાવી મૂકી. તે માખણ અને મધ જેવી લાગી. વિસ્કી જેવી સરળ અને લાંબા સમય સુધી અનુભવાતી મીઠાશ સાથે. લેબનોનના લોકો માત્ર પ્રેમ કરવા, ખાવા, ડાન્સ કરવા અને શાંતિથી પોતાના સુંદર દેશની જમીન ઉપર મરી જવા માગે છે. તેઓ ઈચ્છે છે કે, તમે તેમને ત્યાં દફનાવો જેના ઉપર જાદુઈ દ્રાક્ષ ઉગે છે.
મિયા ખલીફાની આ પોસ્ટને ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. કેટલાક ચાહકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે તેમને અને લેબનોનને પ્રેમ મોકલ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘તમે પૃથ્વી ઉપરની એક પરી છો.’ બીજાએ લખ્યું હતું કે, ‘શાંતિ, પ્રેમ, લેબનોન.’ મિયા ખલીફા પોતાના બોલ્ડ લૂક માટે પણ ચર્ચામાં રહેતી હોય છે. આ દિવસોમાં તે પોતાની પર્સનલ લાઈફ ઉપર ધ્યાન આપી રહી છે.