મધ્ય પ્રદેશની યુવતી અને ઓસ્ટ્રેલિયાન યુવક લગ્નના બંધનને બંધાયા
આ કપલે દુનિયાને સાબિત કરી બતાવ્યું છે, પ્રેમની આગળ કોઈ પણ દેશના સીમાડા કે રંગ, જાતિ ધર્મ મહત્વના હોતા નથી. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાનો એક વ્યક્તિ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે મધ્ય પ્રદેશના મનાવર નામના એક નાના એવા શહેરમાં આવ્યો હતો.
એશ હૈંશચાઈલ્ડ અને તબસ્સુમ હુસૈન 18 ડિસેમ્બરે ભારતીય રીતિ-રિવાજો અનુસાર લગ્નના બંધને બંધાયા હતા. શહેરના સ્થાનિક લોકોએ આ યુગલના ઉત્સાહને શેર કર્યો હતો. તેઓ વિદેશી વરરાજાનું ઉષ્માપૂર્વક સ્વાગત કરવા માટે ઊભા હતા. જો કે, તેમણે ભલે ભારતમાં લગ્ન કર્યા, પણ તેમની લવ સ્ટોરી હજારો કિમી દૂર ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ હતી. તબસ્સુમ પોતાના ઉંચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.
દુલ્હનના પિતા સાદિક હુસૈન બસ સ્ટોપ પર સાયકલ રિપેરની એક નાની એવી દુકાન ચલાવે છે. ચાર વર્ષ પહેલા 2016માં તબસ્સુમને ઉચ્ચ અભ્યાસ માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા 45 લાખની શિષ્યવૃતિ મળી હતી. ત્યાર બાદ તે એક વર્ષ બાદ 2017માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન જતી રહી હતી. ત્યાં તેની મુલાકાત એશ સાથે થઈ હતી.
જે કોલેજમાં તે ભણતી હતી, ત્યાં તે તેનો સીનિયર હતો. આ કપલ આખરે પ્રેમમાં પડ્યું. તબસ્સૂમ જાણતી હતી કે, તેની માતા જુલુસા વિચારે છે કે, તેમની દીકરીના લગ્ન નહીં થાય. એશને મળવા બાદ તેમનો વિચાર બદલાયો, અને તે ખૂબ ખુશ થઈ ગઈ.
આ કપલે અંતે લગ્ન કરી લીધા. એશે જ્યારે લગ્ન માટે તબસ્સુમને કહ્યું તો તે ના પાડી શકી નહીં. તે હાલમાં એક સગંઠનમાં એક વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરી રહ્યો છે. લગ્ન નિશ્ચિતપણે ખુશી અને ઉત્સાહની ઘટના છે.