ઉત્તરાયણમાં ગુજરાતના આ જગ્યાએ પતંગ ઉડતાં જ નથી!
કોડિનાર, : રાજ્યભરમાં આજે ઉત્તરાયણને લઇ ‘કાપ્યો છે’ નો નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ બની જાય છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે.આ જિલ્લો છે ગીર સોમનાથ અને તેનાં કોડીનાર તેમજ સુત્રાપાડા શહેર. અહીંનું આસમાન ચોખ્ખું રહે છે અને અહીં ‘કાપ્યો છે’ે નો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે કારણ કે સંક્રાંતે અહીં કોઈ પતંગ ઉડાડતું નથી. અહીં ઉત્તરાયણ દાન આપી ધામધૂમપૂર્વક મનાવાય છે.
પતંગ ઉડાડવામાં આવતા નથી આવતા, જેના બે મુખ્ય કારણો છે. (1) આ સમય દરમ્યાન અહીં પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. અહીંના બરડા,સોડમ અને પીપળવા બંરામાં લાખ્ખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને મુક્ત પણે ગગનમાં વિહાર કરે છે.ઉત્તરાયણમાં જો આ વિસ્તારમાં પતંગ ચગાવવામાં આવે તો પતંગની દોરથી પક્ષી ઘાયલ થવાની શકયતા રહેલી છે.
ગીર બોર્ડેરમાં વસતા લોકો પરંપરાગત રીતે પક્ષી અને પ્રકૃતિ પ્રેમી છે. આથી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી. (2)મકરસંક્રાંતિ દરમ્યાન ગીર વિસ્તારમાં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા ઊંઘી હોવાને કારણે પતંગ ચગાવવા માફક પવન નથી.ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિષ કરી પરંતુ પવન ન હોવાના કારણે પતંગ ચગતી નથી એવું નથી કે અહીં પતંગ ચગાવતા નથી.
પતંગો ચગાવાય છે અને તે પણ એક બે દિવસ નહીં આખે આખા ત્રીસ દિવસ ‘કાપ્યો છે’નો નાદ ગુંજે છે. ગીર સોમનાથનાં કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે.ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોઈ છે.જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે જે પણ સાંજનાં 4 થી 6 કલાક સુધી જેના, કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા બને નહીં.
રાજાશાહીનાં સમયથી સંક્રાંતે પતંગ ઉડાડવાની પ્રથા નથી
ગીર સોમનાથનાં સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા વિસ્તારમાં ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવતા નથી. આ વિસ્તાર લીલી નાઘેર તરીકે પ્રચલિત હોય રાજાશાહીનાં સમયથીજ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથાજ નથી.કારણ ભાદરવામાં અનાજ પાકી ગયુ હોય પક્ષીઓને ચણ માટે ઉંચી ઉડાન ભરવી પડતી નથી. ચણ જમીન પર જ સહેલાઈથી મળી રહે છે.જ્યારે ઉત્તરાયણ દરમ્યાન શિયાળામાં હજુ પાકો ખેતરમાં જ હોય છે.આ સમય દરમિયાન જો અહીં પતંગ ઉડાડવામાં આવે તો પક્ષી માઈગ્રેટ થતા હોય ઘાયલ થઈ શકે.અહીં જીવદયાને પ્રાથમિકતા આપવામાં આવે છે.આથી ગીરનાં આ તાલુકામાં વસતા પક્ષીઓ નહિ થાય ઘાયલ.અહીંના પક્ષીઓ મુક્ત મને ગગન વિહાર કરતા જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં પતંગ નહીં, દાન-પુણ્યનું માહાત્મય
ગીર સોમનાથ જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા જ નથી.આ દિવસે દાન પુણ્યનું ખાસ્સું મહત્વ અહીં રહે છે.લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલનાં લાડુનું દાન કરે છે.તો રોકડ રકમ પણ દાનમાં આપે છે.ગીર સોમનાથ જિલ્લો જળ પ્લાવિત વિસ્તાર છે.અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.અહીં પતંગ ન ઉડતા હોવાને કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ અહીં સુરક્ષિત રહે છે.
અહીંના યુવાનોમાં જાગૃતિ આવી છે. પતંગ ન ઉડાડી અહીં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. ધૂન ભજન કરવામાં આવે છે.તલ,મમરા અને શીંગની ચીકી તેમજ લાડુ બનાવી મંદિરોમાં અનાજ સાથે રવામાં આવે છે.લોકો હળીમળી ને માંતા જન્મોત્સવ સમગ્ર જિલ્લામાં ભાવભેર ઉજવે છે.આથી અહીં પક્ષીઓ નું સંરક્ષણ થાય છે.જે ઉમદા અને પ્રેરણારૂપ તેમજ આવકાર્ય પગલું છે.