આથિયા અને રાહુલના લગ્નનો ધમધમાટ શરુ, ઘરને લાઈટ્સનું ડેકોરેશન શણગારાયું
મુંબઇ : ક્રિકેટર કે. એલ. રાહુલનું મુંબઈના પાલી હિલ ખાતેનું ઘર લાઈટ્સથી શણગારવામાં આવ્યું છે. આ સાથે આથિયા અને રાહુલના લગ્નનો ધમધમાટ શરુ થઈ ગયો છે.
રાહુલના બંગલો પર ડેકોરેશન થતું હોય અને સ્ટાફ દોડધામમાં વ્યસ્ત હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આથિયા અને રાહુલના લગ્નના પ્રસંગો ત્રણ દિવસ સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં યોજાશે. ૨૧ જાન્યુઆરીથી લગ્નની વિધીઓ શરૂ થઇ જશે . આ માટે ખંડાલા ફાર્મ હાઉસ ખાતે પણ જોરશોરથી તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
સંગીત સેરિમનીમાં નજીકનાં પરિવારજનો પરફોર્મ કરવાના છે. લગ્નમાં પણ ઈન્ડસ્ટ્રીમાંથી જૂજ લોકોને આમંત્રણ અપાયાનું કહેવાય છે.