GUJARAT

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેના હત્યારાની પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત

ટોક્યો : જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની હત્યા કરનારા શખ્સે પોલીસ સમક્ષ હત્યા કેમ કરી તેને લઇને મોટા ખુલાસા કર્યા છે. આ હત્યારાએ જણાવ્યું હતું કે શિંઝો આબેને કારણે મારી માતા આર્થિક રીતે તંગદીલીમાં ધકેલાઇ ગઇ હતી. શિંઝો આબેને કારણે મારા ઘરની આર્થિક સ્થિતિ સાવ કંગાળ થઇ ગઇ હતી.

શિંઝો આબેના ૪૧ વર્ષીય હત્યારા તેત્સૂયા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે એક ધાર્મિક ગુ્રપને કારણે મારી માતાની આર્થિક સ્થિતિ નબળી પડી ગઇ અને તે દેવાદાર બની ગઇ હતી. હું મહિનાઓથી શિંઝો આબેની હત્યાનું આયોજન કરી રહ્યો હતો. આ માટે તેણે એક ૪૦ સેમીની બંદુક પણ તૈયાર કરી હતી. આ યુવકના પાડોશીએ સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે તે એકદમ ગુમસુમ અને શાંત રહેતો હતો, લોકોની સાથે બહુ જ ઓછી વાતો કરતો હતો.

એવા દાવા થઇ રહ્યા છે કે આ યુવકે પોલીસને જણાવ્યું છે કે શિંઝો આબેએ એક એવા ધાર્મિક સંગઠનનું સમર્થન કર્યુ હતું કે જેને દાન આપીને મારી માતા આર્થિક રીતે ભાંગી ગઇ હતી. બંદુકથી ગોળીબાર કરવાના આયોજન પૂર્વે બોમ્બથી હુમલો કરવાની પણ આ શખ્સે યોજના બનાવી હતી. તે અનેક કાર્યક્રમોમાં શિંઝો આબે પર હુમલાની તક જઇ રહ્યો હતો.

બીજી તરફ શિંઝો આબેના મોત બાદ જાપાન શોખમય બન્યું હતું, આ સ્થિતિ વચ્ચે રવિવારે જાપાનની રાજ્યસભા માટે ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન એક્ઝિટ પોલનો દાવો છે કે શિંઝો આબેના પક્ષને સહાનુભુતની કારણે બહુમત મળી શકે છે. સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૨૫ બેઠક સાથે બહુમત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *