બાથરૂમમાં એન્જિનિયરે માર્બલ કટરથી આખું શરીર કાપી નાખ્યું ને ટુકડા જંગલમાં ફેંકી દીધા
જયપુરમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો કેસ સામે આવ્યો છે. અહિંયા એક એન્જિનિયરે પોતાના સગા કાકીનું માથું ફોડીને હત્યા કરી છે. રસોડામાં હત્યા કર્યા પછી આરોપી બોડીને ધસડીને બાથરૂમમાં લઈ જાય છે. પછી બજારમાંથી માર્બલ કટર લઈને આવે છે. તેનાથી મૃતદેહના આઠ ટુકડા કરી ટ્રોલી બેગમાં ભરે છે અને તક મળતા જ દિલ્હી-સીકર હાઈવે પર ત્રણ અલગ-અલગ જગ્યા પર ફેંકે છે.
પોલીસે જણાવ્યું કે, ઘટના વિદ્યાધર નગરના સેક્ટર-2માં 11 ડિસેમ્બરના રોજ બની હતી. મૃતક સરોજ દેવી(62)એ પોતાના જેઠના દિકરા અનુજ શર્માને એક ધાર્મિક કાર્યક્રમમાં જતા રોક્યો, તો તે ગુસ્સામાં આવ્યો અને હત્યા કરી નાખી.
આ મામલામાં સરોજ દેવીની પુત્રીઓ પૂજા શર્મા (38) અને મોનિકાએ શુક્રવારે તેમની માતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે તેના પિતરાઈ ભાઈ અનુજ શર્મા પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે.
પૂજા અને મોનિકાના લગ્ન થઈ ચૂક્યા છે. ભાઈ અમિત વિદેશમાં રહે છે. પૂજાનું સાસરું બિકાનેરમાં છે. તેણે જણાવ્યું કે તેમના પિતાનું મોત 1995માં થયું હતું. માતા સરોજ દેવી કાકા બદ્રી પ્રસાદ શર્મા સાથે વિદ્યાધર નગરમાં રહેતી હતી.
કિર્તનમાં જતા રોક્યો હતો
પોલીસે જણાવ્યું કે હત્યા સવારે 10.30 વાગ્યાની આસપાસ થઈ હતી. આરોપી ‘હરે કૃષ્ણા’ આંદોલન સાથે જોડાયેલો હતો. તે પોતાની હાજરી આપવા દિલ્હી જવાનો હતો, પરંતુ સરોજ દેવીએ તેને રોક્યો, તો તેને ગુસ્સો આવ્યો. ત્યાર પછી તેણે ઘટનાને અંજામ આપ્યો.
હત્યા પછી તેણે લાશને છરી વડે કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાડકા ન કપાયા તો તે ગ્રાઈન્ડર લઈને આવ્યો. હત્યા કરી ત્રણથી ચાર કલાક સુધી તે લાશનો નિકાલ કરવા પ્રયત્ન કરતો રહ્યો.
આરોપી લોહીના ડાઘા સાફ કરતો જોવા મળ્યો
12 સપ્ટેમ્બરના રોજ આરોપી અનુજે પૂજાને ફોન કરીને જણાવ્યું કે, 11 ડિસેમ્બરે બપોરે લગભગ 3 વાગ્યે કાકી સરોજ દેવી રોટલી આપવા ઘરની બહાર ગયા હતા. ત્યાર પછી ઘરે પાછા આવ્યા જ નથી. તેમના ગુમ થયાની ફરિયાદ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. સમાચાર મળતાં જ મોટી બહેન મોનિકા તે જ દિવસે કાકાના ઘરે આવી હતી.
13 ડિસેમ્બરે મોનિકા ઘરમાં જ હતી. અનુજ દીવાલ પર લાગેલા લોહીના ડાઘા સાફ કરી રહ્યો હતો. મોનિકાએ તેને પૂછ્યું તો તે ગભરાઈ ગયો. કહ્યું કે મને નાકમાંથી લોહી નીકળ્યું હતું. જે દીવાલ પર લાગ્યું હતું, તેને સાફ કરી રહ્યો છું. મોનિકાને શંકા જતા તેણે પોતાની બહેન પૂજાને ફોન કરીને જણાવ્યું. પૂજા 15 ડિસેમ્બરના રોજ પોતાના કાકાના ઘરે પહોંચી.
બોડીના ટુકડા પર માટી નાખી
કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના પછી અનુજ લગભગ ત્રણ-ચાર દિવસ બોડીના ટુકડાને લઈને ફરતો રહ્યો. સાથે જ ડોલ પણ લઈને ફરતો હતો. સીકર-દિલ્હી હાઇવે પર વન વિભાગની ચોકીની પાછળ તેણે ટુકડા ફેંક્યા અને તેના પર ડોલથી માટી નાખી. ત્યાર પછી ડોલ અને બેગ લઈને ઘરે પરત આવ્યો. તેણે બેગ ધોઈ.
હરિદ્વાર જતો રહ્યો હત્યારો
ઘરે પહોંચીને પૂજા તેની મોટી બહેન મોનિકાને તેના પિતરાઈ ભાઈ અનુજ વિશે પૂછે છે. મોનિકાએ જણાવ્યું કે અનુજ હરિદ્વાર ગયો છે. બંને બહેનો જ્યારે એકબીજાની વચ્ચે વાત કરતી ત્યારે અનુજ પર શંકા વધુ ઘેરી બની. આ પછી બંને બહેનો શુક્રવારે સાંજે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ગુમ થયેલી માતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બંને બહેનોનો ઈશારો અનુજ તરફ જ હતો.
એન્જિનિયરિંગ કરી હતી
ડીસીપી નોર્થ પરિસ દેશમુખે જણાવ્યું કે, અજમેર રોડ સ્થિત ભાંકરોટા(જયપુર)થી આરોપી અનુજ શર્માએ એન્જિનિયરિંગ કરી હતી. 1 વર્ષ પહેલા જ તેણે ‘હરે કૃષ્ણા’ આંદોલનથી દિક્ષા લીધી હતી. પિતા પીએનબીમાં એજીએમના પદ પરથી નિવૃત્ત થયા હતા.