ભત્રીજાએ જ કેન્સર પીડિત કાકીની હત્યા કરી 10 ટુકડા કર્યાંને પછી ગંગામાં કર્યું સ્નાન
જયપુરમાં દિલ્હીના શ્રદ્ધા મર્ડર જેવા કિસ્સાએ સૌને ચોંકાવી દીધા. આરોપી અનુજ શર્મા(32)એ પોતાની કાકી સરોજ(65)ની હત્યા કરી અને પછી તેમના આઠ ટુકડા કર્યા. પરિવારના સભ્યો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે અનુજ આવું કામ પણ કરી શકે છે. અર્જુન એક વર્ષથી હરેકૃષ્ણા આંદોલન સાથે જોડાયેલો હતો. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અર્જુને જણાવ્યું કે, હત્યા કરી તે હરિદ્વાર ગયો હતો, તેણે ગંગામાં સ્નાન કર્યું અને ત્યાર પછી કીર્તનમાં ભાગ લીધો. પોલીસે અર્જુનને મૃતદેહના ટુકડા કરવા વિશે પૂછ્યું, તો તેણે કહ્યું તે તમે લોકો જ કહો મૃતદેહનો નિકાલ કેવી રીતે કરત.
દિલ્હીમાં શ્રદ્ધા વોલ્કરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હવે આ જ પ્રકારની ઘટના રાજસ્થાનના જયપુરમાં પણ સામે આવી છે. જયપુરમાં ભત્રિજાએ પોતાની કાકીની હથોડાથી હત્યા કરી નાખી હતી, બાદમાં તેના શરીરના ૧૦ ટુકડા કરીને તેને ફેંકી દીધા હતા.
જયપુર પોલીસે હત્યાના આરોપી અનુજ શર્માની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અનુજ શર્માએ ૧૧મી તારીખે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આરોપીએ ૬૨ વર્ષીય સરોજ શર્માના માથા પર હથોડાથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સરોજનું મોત નિપજ્યું હતું. બાદમાં અનુજે સરોજના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, પહેલા અનુજે શરીરના ટુકડા કરવા માટે ચાકુનો ઉપયોગ કર્યો હતો, જોકે તેનાથી ટુકડા ન થતા બાદમાં માર્બલ કાપવા માટેના કટરનો ઉપયોગ કર્યો હતો.
આ કટર મશીનથી શરીરના ૧૦ ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેને પ્લાસ્ટિકની એક બેગમાં ભરીને દિલ્હી રોડ પર અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસે હાલ આઠ ટુકડાને શોધી કાઢ્યા છે જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. સાથે જ માર્બલ કટર, બાલ્ટી, સૂટકેસ, ટ્રોલી બેગ અને કાર જપ્ત કર્યા છે.
હત્યાનો આરોપી અનુજ શર્મા ઇસ્કોન મંદિરમાં સેવક હતો અને ભગવાન શ્રીકૃષ્ણનો ભક્ત હોવાનો દાવો કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે હરી કૃષ્ણ મૂવમેંટ સાથે પણ જોડાયેલો છે અને ભજન મંડળીમાં ભજન કિર્તન પણ કરતો હતો. જે દિવસે હત્યા કરી તે જ દિવસે તે ભજન કરવા દિલ્હી જવાનો હતો.