પીએમ નરેન્દ્ર મોદીના વતનનો આ દીકરો IPLમાં મચાવશે ધૂમ
તાજેતરમાં જ IPS માટે ખેલાડીઓની ઓક્શન યોજવામાં આવી હતી. આ ઓક્શનમાં રૂપિયા 20 લાખમાં ખરીદાયેલા ઉર્વિલ પટેલ IPL સિરીઝમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે. ઉર્વિલ પટેલનો પરિવાર આમતો વડનગરનો વતની છે. પરંતુ તેના માતા પિતા પાલનપુરમાં સ્થાઈ થયેલાં છે. ઉર્વિલ છેલ્લા 15 વર્ષથી ક્રિકેટમાં આકરી મહેનત કરે છે. આખરે તેની આ મહેનત સફળ થઈ છે.
મુળ વડનગરના પણ હાલ પાલનપુરમાં સ્થાઈ થયેલા ઉર્વિલ પટેલના માતા પિતા શિક્ષક છે. તેઓ પાલનપુરમાં પંચશીલ સોસાયટીમાં રહે છે. ઉર્વીલ પટેલે અભ્યાસની સાથે સાથે ક્રિકેટને પહેલી પસંદગી બનાવી છેલ્લા 15 વર્ષથી આકરી મહેનત કરી રહ્યો છે. પરંતુ આ વખતે તેની IPLમાં પસંદગી થતા તેના પરિવારના તેમ જ તેમના કોચ અને પાલનપુર શહેર જિલ્લામાં ઉત્સાહ વ્યાપી ગયો છે.
ઉર્વિલ નાનપણથી જ ક્રિકેટને પસંદ કરતો હતો. વહેલી સવારે ઉઠીને કોચિંગ ક્લાસમાં જઈ મહેનત કરતો હતો. તેની મહેનત જોઈ તેનું સપનું પૂરું કરવા તેના માતા પિતાએ તેને અભ્યાસમાં પણ રાહત આપી ક્રિકેટ માટે સપોર્ટ કર્યો હતો. આજે ઉર્વિલની IPLમાં પસંદગી થતાં તેના માતા પિતાના ચહેરા પર ખુશીનો પાર રહ્યો નહોતો.
IPLની મિની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે સાત ખેલાડીઓ પર બોલી લગાવી હતી. કેન વિલિયમસન અને ઓડિન સ્મિથ પર બોલી લગાવીને શિવમ માવીને છ કરોડ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
IPL2023ની ઓક્શનમાં ખરીદાયેલા 80 ખેલાડીઓમાંથી 70% આ કેટેગરીમાં વેચાયા હતા, જ્યારે 30% બેટ્સમેનને બિડ મળી હતી.10 ટીમોએ 80 ખેલાડીઓ પર 167 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.