Uncategorized

KL રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા, કપલ થયું ખુશખુશાલ

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અને એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્ન ક્રિકેટર કે એલ રાહુલ સાથે આજે દક્ષિણ ભારતીય પદ્ધતિથી ખંડાલામાં પાર પડયા હતા. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રણ અપાયું હતું. અથિયા અને રાહુલનું પ્રેમપ્રકરણ એક કોમન ફ્રેન્ડે બંનેની મુલાકાત કરાવ્યા બાદ શરૂ થયું હતું. લગ્ન બાદ મોડી સાંજે બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જેમાં કપલ ખુશખુશાલ દેખાઇ રહ્યું હતું.

લગ્નની તસવીરો અથિયા શેટ્ટીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી. લાઇટ પિંક કલરનો લહેંગો અને કુંદન જ્વેલરી પહેરેલી અથિયા ખૂબ સુંદર લાગી રહી હતી જ્યારે શેરવાની પહેરેલા કેએલ રાહુલ પણ વરરાજા તરીકે શોભી રહ્યો હતો. સુનીલ શેટ્ટીએ પોતે સસરા બની ગયા હોવાની ખુશી વ્યક્ત કરી હતી. આ સમયે તેમની સાથે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ હાજર હતો અને તેમણે પત્રકારોમાં મિઠાઇ વહેચી હતી.

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અથિયા તથા રાહુલનાં લગ્નની વિધિ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ ‘જહાન’માં થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરી હતી. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીએ સાત ફેરા લઇ એક બીજા સાથે લગ્ન કરી લીધા. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા. હવે આ કપલે મીડિયા સામે આવીને પોઝ પણ આપ્યા છે. જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે, કે એલ રાહુલ જ્યાં શેરવાનીમાં કોઈ રાજકુમારથી કમ નથી લાગી રહ્યો તો અથિયા પણ અપ્સરા જેવી લાગી રહી છે.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન સંપૂર્ણ રીતિ રિવાજ સાથે સંપન્ન થયા. તેમના લગ્નના ફેરા 4.15 કલાકે શરૂ થયા હતા. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના પરિવારના તમામ સભ્યો આ લગ્નમાં હાજર રહ્યા હતા. અજય દેવગણ અને ઈશાંત શર્મા સહિત અનેક મોટી હસ્તીઓ પણ લગ્નમાં હાજરી આપવા સુનીલ શેટ્ટીના ઘરે પહોંચી હતી.

લોકેશ રાહુલના બપોરે 2.30 વાગ્યે આથિયા શેટ્ટીના ઘરે લગ્નની જાન લઈને પહોંચ્યો હતો. આ પછી બંને સાંજે 4 વાગ્યે સાત ફેરા લીધા. લગ્ન બાદ આ કપલ મીડિયા માટે ફોટા પડાવવા માટે બહાર આવ્યું અને ફોટોગ્રાફરને પોઝ આપ્યા. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ લગ્નમાં ફોટોગ્રાફી પર બેન રાખ્યો હતો. મીડિયા કર્મીઓ પણ તેમના ઘરની બહાર જ ઉભા હતા અને તેમના માટે સુનિલ શેટ્ટીએ જમવાથી લઈને બધી જ વ્યવસ્થા ઘરની બહાર કરી હતી.

અથિયા અને રાહુલના લગ્નમાં પરંપરાગત રીતે ભોજન પીરસવામાં આવ્યું. તમામ મહેમાનો દક્ષિણ ભારતીય સંસ્કૃતિ મુજબ કેળાના પાંદડા પર ભોજન કર્યું. જાણીતા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને આ લગ્નના ફોટો પાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં હાજર રહેલા મહેમાનોને ફોન વિના ફંક્શનમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું.

લોકેશ રાહુલ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરનાર સાતમો ક્રિકેટર છે. રાહુલ પહેલા વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ, મન્સૂર અલી ખાન પટૌડી, મોહમ્મદ અઝહરુદ્દીન, મોહસીન ખાન આ કરી ચુક્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, તે કેએલ રાહુલના સસરા નહીં, પણ પિતા બનવા માગે છે. બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા.

0 thoughts on “KL રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા, કપલ થયું ખુશખુશાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *